- અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા લોકો મજબૂર
- રહીશોની રજૂઆતો છતાં કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ
છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે સોસાયટીમાં આવેલા સામસામેના મકાનોની વચ્ચો વચ ગટરના ગંદા પાણી રેલાયા છે. જેના કારણે અત્યંત દુર્ગંધ મારી રહી છે અને રહીશોને ત્યાંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. ગટરના પાણી રેલાઈ અને વિમલ પાર્કની પાછળના ભાગે આવેલા ફતેપુરા રોડ સુધી પહોંચી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રશાસન અને સ્થાનિક કાઉન્સિલર સહિતોના હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય નિરાકરણ લાવી આપવાની માંગણી કરી છે, તેમ છતાં નગરપાલિકા પ્રશાસન આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે. ગટરની મેઈન લાઈનમાંથી કનેક્શન કાપી અને ઓવરફ્લો થાય તે લાઈનમાં જોડાણ આપી દેવાયુ છે, તેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. તેમજ આ બાબતે ફરીયાદો કરતા નગરપાલિકાના કર્મચારીઓ સ્ટાફ સ્થળ પર પહોંચી થોડી કામગીરી કરે તે બાદ એકાદ દિવસ માટે પાણી ઉભરાવાનું બંધ થાય છે અને ત્યારબાદ બીજા દિવસે ફરી એ જ પરીસ્થિતિ સર્જાય છે. આ તરફ સ્થાનિકોનું કહેવુ છે કે, ગટરના પાણી ઘરમાં પણ ઉભરાઈ રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ ઓક્ટોબર, ૨૦૨૩માં કરેલી અરજીમાં જ પોતાનું કનેક્શન અગાઉની માફક મેઈન લાઈનમાં જોડી આપવાની માંગણી કરી હતી.
પરંતુ નગરપાલિકા પ્રશાસને આ અંગે પણ કોઈ નિર્ણય ન લેતા અંતે હવે સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.


