Get The App

નડિયાદ કિડની હોસ્પિટલનો આયુષ્યમાન યોજના હેઠળ સમાવેશ કરવા માગણી

Updated: Apr 20th, 2023

GS TEAM


Google News
Google News
નડિયાદ કિડની હોસ્પિટલનો આયુષ્યમાન યોજના હેઠળ સમાવેશ કરવા માગણી 1 - image


- સરકાર દ્વારા ગરીબોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી

- ગરીબ-મઘ્યમ વર્ગના દર્દીઓને સરકારી યોજના હેઠળ સારવાર ઉપલબ્ધ કરાવવા માગણી

નડિયાદ : નડિયાદ શહેરમાં  કિડની હોસ્પિટલ આવેલ છે.પરંતુ આ હોસ્પિટલમાં આયુષ્ય માન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવતી નથી. જેને લઇ નડિયાદના ધારાસભ્યએ શહેરની કીડની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ કરવા લેખીતમાં હોસ્પિટલના મેનેજમેન્ટને રજૂઆત કરી છે.

નડિયાદ શહેરની કીડની હોસ્પિટલમાં કિડનીને લગતી તમામ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આયુષ્યમાન કાર્ડ હેઠળ કિડની હોસ્પિટલ નો સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી ખેડા આણંદ જિલ્લાના ગરીબ મઘ્યમ વર્ગના દર્દીઓ મોંઘી સારવાર મેળવી શકતા નથી. કેન્દ્રસરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારી હોસ્પિટલમાં યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મા અમલમાં મૂકીને દર્દીઓને વાષક રૂપિયા દસ લાખની સારવાર માટે આર્થીક સહાયનો લાભ આપવામાં આવે છે. રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં આ દર્દીઓ ઉક્ત યોજનાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે નડિયાદની મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં કીડની સંબંધી ગરીબ દર્દીઓ માટે આયુષ્યમાન યોજના અંતર્ગત લાભ મળે તેવી હાલમાં વ્યવસ્થા નથી. મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલ તરફથી ખાનગી હોસ્પિટલોની યાદીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારને અરજી કરેલ નથી. ગરીબ દર્દીઓને આર્થીક સહાય માટે સરકારી યોજના અમલમાં છે. ત્યારે નડિયાદની આ મુળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમ દર્દીઓને પણ તેનો લાભ મળે તે હેતુને ઘ્યાને લઈ આ હોસ્પિટલનો પી.એમ.જે.એ. વાય. માટે સરકારની ખાનગી હોસ્પિટલની યાદીમાં સમાવેશ થાય તે માટે વહેલી તકે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં અરજી કરીને જરૂરિયાતમંદ દર્દીઓને તેનો લાભ આપવા માગણી કરી છે.

Tags :