Get The App

વિરપુરના 3 ગામોને જ્યોતિગ્રામ હેઠળ વીજ પુરવઠો આપવા માંગ

Updated: Sep 28th, 2024

GS TEAM

Google News
Google News
વિરપુરના 3 ગામોને જ્યોતિગ્રામ હેઠળ વીજ પુરવઠો આપવા માંગ 1 - image

- મામલતદાર અને વીજ કચેરીઓમાં આવેદનપત્ર અપાયા

- 11 વર્ષથી 68 પરિવારોના ઘરોમાં રોજ સાંજે વીજ પ્રવાહ બંધ થઈ જતા બાળકો, ગૃહિણીઓને હાલાકી

વિરપુર : વિરપુર તાલુકામાં એગ્રીકલ્ચર વીજ લાઈનમાંથી ઘર વપરાશ માટે જોડાણો આપતા સાંજે વીજ પ્રવાહ બંધ થઈ જવાની ફરિયાદો ઉઠી છે. જેથી ૧૧ વર્ષ હાલાકી ભોગવી રહેલા ત્રણ ગામોના ૬૮ પરિવારોને જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજ પુરવઠો આપવાની માંગણી સાથે વિરપુર વીજ અને મામલતદાર કચેરીઓ ખાતે આવેદપત્ર અપાયા છે.

આવેદપત્રમાં જણાવ્યું છે કે, વિરપુર તાલુકાના પાસરોડા ગ્રામ પંચાયતમાં આવેલા આકલીયા ગામના ૩૦ જેટલા પરીવાર, સારીયા ગ્રામ પંચાયતના બાકરીયા ગામના ૨૫ પરીવાર, હાંડીયા ગ્રામ પંચાયતમાં હનુમાન મંદિર ટેકરા વિસ્તારના ૧૩ પરીવારોને એગ્રીકલ્ચર લાઈનમાંથી ઘર વપરાશના વીજ કનેક્શન અપાય છે. આપવામાં આવ્યા છે. જેથી છેલ્લા ૧૧ વર્ષથી સાંજના સમયથી વીજ પ્રવાહ (ખોરવાઈ)બંધ થઈ જાય છે. સંધ્યાકાળે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા ગૃહિણીઓને ભારે હાલાકી પડે છે. દિવસમાં માત્ર ચારથી પાંચ કલાક જ લાઈટની સુવિધા મળે છે. જેથી બાળકો સહિત લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામમાં જ્યોતિ ગ્રામ યોજના થકી લાઈટ ન હોવાથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાં અગવડ પડે છે.

આગાઉની રજૂઆતના પગલે ૨૪ કલાક ઘર વપરાસ માટે વીજ પુરવઠો આપવામાં આવતો હતો પણ કોઈ કારણોસ ૨૦૧૩ પછી ૨૪ કલાકનો વિજ પુરવઠો સંદતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ૬૮ જેટલા પરિવારો છેલ્લા ૧૧ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

ત્યારે જ્યોતી ગ્રામ યોજના થકી ૨૪ કલાક ઘરવપરાસ વીજળી પૂરી પાડવાની માંગણી કરાઈ છે.