Get The App

ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરે ધમકી આપ્યાની મંદિરના પૂજારીની રજૂઆત

Updated: Jul 23rd, 2024

GS TEAM

Google News
Google News
ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરે ધમકી આપ્યાની મંદિરના પૂજારીની રજૂઆત 1 - image

- ડાકોર ટેમ્પલ કમિટીમાં વધુ એક વિવાદ

- ટ્રસ્ટીની નિમણૂંકના કાગળિયા અને મેનેજરની ભરતી અંગેનો ઠરાવ માંગતા ઉશ્કેરાયા

ડાકોર : ડાકોર ટેમ્પલ કમિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં મંદિરના સેવક(પૂજારી ) દ્વારા ટેમ્પલ કમિટીના મેનેજર સામે જાનથી મારી નાંખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા અગેની લેખિતમાં રજૂઆત ડાકોર પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ કક્ષાએ કરાઇ છે. જેને લઇને ટેમ્પલ કમિટીના આંતરીક વિખવાદો સામે આવ્યા છે.

ફરિયાદીએ ગૃહસચીવ  જિલ્લા પોલીસ અધિક્ષક ડિસ્ટ્રીટ જજ અને ડાકોર પોલીસ અને પાસે ન્યાય મેળવવા લેખિતમાં અરજી કરીછે. ફરિયાદી વિનોદભાઈ શિવશંકર સેવકે કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ ડાકોર રણછોડજી મંદિરના પૂજારી તરીકે તેવો સેવાપૂજા કરે છે. ઠાકોરજીની મળતી વાષક આવકના નફા નુકસાનમાં તેમનું હિત સમાયેલું છે. ત્યારે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરે નિવૃત્ત મામલતદાર હોવાનો રોફ બતાવી ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પૂજારી વિનોદભાઈ શિવશંકર સેવકે કર્યો છે. 

પૂજારીએ ડાકોર ટેમ્પલ કમિટીમાં ખાલી પડેલી ટ્રસ્ટીની નિમણૂકના કાગળો અને મેનેજરની કરેલી ભરતી અંગેના ઠરાવની નકલોની માંગણી કરેલી હતી. જે બાબતે ડાકોર ટેમ્પલ કમિટીની ઓફિસમાં પૂજારી ગયેલા અને ત્યારે તથા ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી અને ચેરમેન પરિન્દુભાઈ ભગત આવ્યા હતા. ત્યારે પૂજારી વિનોદભાઈ શિવશંકર સેવકને મેનેજરે ધમકીઓ આપી હોવના આક્ષેપો સાથેની રજૂઆત તેમણે ગૃહસચીવ, ડિસ્ટ્રીક્ટ જજ, જિલ્લા પોલીસ અધિક્ષક સુધી કરી છે.  જોકે, આ બનાવમાં કોઈ સાક્ષી હોય તેવું ફરિયાદમાં લખેલું નથી. પરંતુ ન્યાય માટે પૂજારીએ ડાકોર પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત આપી છે. આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશચંદ્ર દવેને પૂછતાં તેમણે ફોન ઉપાડયો નહતો.