Get The App

તારાપુરમાં હિન્દુ દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો

Updated: Sep 14th, 2021

GS TEAM


Google News
Google News
તારાપુરમાં હિન્દુ દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો 1 - image


- સોશિયલ મીડિયામાં આડેધડ કોમેન્ટ કરનારા સાવધાન

- મોહમ્મદી સોસાયટીના શખ્સે ફેસબુક પર દેવી દેવતાઓ પર અશ્લિલ કોમેન્ટ કરતા કાર્યવાહી

તારાપુર : તારાપુર ગામના એક શખ્સ દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ઈરાદાથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં અશ્લીલ કોમેન્ટ કરી ધામક લાગણી દુભાવતા મોહમ્મદી સોસાયટીમાં રહેતા શખ્સ સામે તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં આડેધડ કોમેન્ટ કરનારાઓ માટે સાવધાન રહેવાનો કિસ્સો સામે આવ્યો છે. 

તારાપુર મોહમ્મદી સોસાયટીમાં રહેતા મુનાફ ઇકબાલ વ્હોરા દ્વારા ફેસબુક એકાઉન્ટ પર હિન્દુ દેવી દેવતા માટે અભદ્ર ભાષામાં અશ્લીલ કહી શકાય તેવી ભાષામાં કોમેન્ટ કરવામાં આવી હતી. આ બાબત સોશિયલ મીડિયા મારફતે તારાપુર પંથકમાં વાયરલ થઈ હતી. જેને લઇને સ્થાનિક હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. જે અંગે તારાપુર ખાતે રહેતા પરેશકુમાર સુરેશભાઈ પરમારની ફરિયાદના આધારે તારાપુર પોલીસે મુનાફ ઇકબાલ વ્હોરા, રહે. મહંમદી સોસાયટી તારાપુર વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૯૫ છ, ૫૦૫(૨) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :