Get The App

કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિમણૂકનો વિવાદ વકર્યો

- જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તપાસના આદેશ

- સંગઠનમાં વિખવાદ ઉભો કરવાના આક્ષેપ સાથે બળવાખોર નિતિન પટેલને પ્રમુખે નોટિસ આપતા રાજકીય ગરમાવો

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
કપડવંજ તાલુકા કોંગ્રેસ સમિતિના  પ્રમુખની નિમણૂકનો વિવાદ વકર્યો 1 - image


નડિયાદ, તા.2 જૂન 2020, મંગળવાર

કપડવંજ તાલુકામાં કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખની નિમણુંક બાદ રાજકારણ ગરમાયું છે. આ ઉપરાંત કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ભાજપમાંથી કોંગ્રેસમાં નીતિન પટેલને નોટીસ પાઠવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

કપડવંજ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શરૃઆતમાં નવી વરણી લાડુજીના મૂવાડાના ઇન્દ્રજીતસિંહ ચૌહાણની નીમણુંક કરાઇ હતી.પરંતુ કોગ્રેસ પક્ષ દ્વારા તેમની કામગીરી બાબતે અસંતોષ થતા પક્ષ દ્વારા સમિતિના નવા પ્રમુખ તરીકે તેલનારના રાજુભાઇ હરગોવિંદભાઇ પટેલની નિમણુક કરાઇ છે.પરંતુ રાજુભાઇની નીમણુક થતા આંતરિક વિખવાદ મિડિયામાં બહાર આવવા માંડયો હતો.આ વાદ વિવાદ મિડિયામાં આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઝાલા દ્વારા તપાસના આદેશો અપાયા છે.આ અગાઉ ભા.જ.પ છોડી કોગ્રેસમાં જોડાયેલા જિલ્લા કિસાન સંઘના ચેરમેન નિતિનભાઇ પટેલ તરફ તપાસનો રેલો પહોચ્યો હતો.જેના કારણે નિતિનભાઇ દ્વારા પાર્ટીની છબી ખરડાય તેવુ પાર્ટીના નિયમો વિરુધ્ધ કૃત્ય કરાતા કોગ્રેસ પાર્ટી તરફથી જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ઝાલાએ આ વિવાદ અંગે ખુલાશો માંગતી નોટીસ આપી છે.

આ અંગે જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ઝાલાએ જણાવ્યુ હતુ કે વાદ વિવાદમાં પાર્ટીમાં અંદરોઅંદર ઉશ્કેરણીજનક કૃત્ય તેમજ પાર્ટી વિરુધ્ધના અગાઉ તેઓને પાર્ટી તરફથી ચેતવણી આપવા છતા અગાઉ ઇલેકશન માં ક્રોસવોટીંગ કરાવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.તેમજ નવા પ્રમુખની વરણી થતા પાર્ટીના આદેશનુ ઉલ્લઘન કરીને સતત ત્રણ દિવસથી મિડિયામાં પાર્ટીની છબી ખરડાય તેવા કેટલાક લોકલ અખબારમાં સમાચાર પ્રસિધ્ધ કરાવડાવીને પાર્ટીને નુકસાન પહોચે તેવુ કૃત્ય કરવા બદલ ખુલાશો માંગતી નોટીસ પાઠવવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ.સમગ્ર બાબતે યોગ્ય ખુલાશો નહિ કરવામાં આવે તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલા ભરવામાં આવશે.આ અંગે કપડવંજ સ્થાનિક કોગ્રેસ રાજકારણમાં કેવો વળાંક આવશે તેવી સૌની મીટ મંડાયેલી છે.

Tags :