- અગાઉની વાતનું મનદુઃખ રાખી હુમલો કરાયો
- બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ આદરી
ખેડા નગરના બહાર પૂરામાં રહેતા સરફરાજ ઉસ્માન વ્હોરા (ઉ.વ.૩૭)એ નોંધાવેલી ફરીયાદ મુજબ તેના ભાણા રઈશે વર્ષ ૨૦૧૭માં ફળિયામાં રહેતા તૌફીક મનસુરીને રૂપિયા ૩,૫૦,૦૦૦ના મોબાઈલ આપ્યા હતા પણ તેણે પૈસા ન આપતા સરફરાજના ભાણાએ કેસ કરતા આણંદ કોર્ટે સજા ફરમાવતા તોફીક મન્સૂરી જેલમાં છે. જેની રીસ રાખી ગઈકાલે રાત્રિના સમયે તોફિક મન્સૂરીના ભાઈઓ સાજીદ કાદર મન્સૂરી, ગફુર કાદર મન્સૂરી તથા ઇમ્તીયાઝ કાદર મન્સૂરીએ ગાળો બોલી ઝઘડો કરી તે અમારા ભાઈને જેલમાં પુરાવ્યો છે, તેમ જણાવી સરફરાજ વોરાને ગદડા પાટુનો માર મારવાની સાથે છોડાવા વચ્ચે પડેલ તેના ભાઈ સોયેબનો ઝભ્ભો ફાડી નાખી ગડદા પાટુનો માર માર્યો હતો અને ત્રિપુટીએ જાનથી મારીનાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે ખેડા નગરના બહારપુરા મોમીન વાડમાં રહેતા સાજીદ કાદર મનસુરી (ઉ.વ.૩૨) દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેને ગઈકાલ રાતના ફળિયાના જાવેદ ઉર્ફે અંબાલી બસીર શેખે રસ્તા વચ્ચે લારી નહીં મૂકવાની વાત કરતા તુ રીક્ષા રસ્તા વચ્ચે મુકીને જાઇ છે, તે કોઇને નડતી નથી. તેમ સાજીદ મનસુરીએ કહ્યું હતું. જેને લઇ લાલ ગુમ થયેલ બસીર શેખે ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે તેનુ ઉપરાણું લઈ નજીકમાંથી અનીસ અબ્દુલ વ્હોરા (લક્કી કિરાણા સ્ટોર) સરફરાજ ઉર્ફે સફો ઉસ્માન વ્હોરા (ટીપટોપ) તથા સોહેબ ઉર્ફે સબુડો ઉસ્માન વ્હોરા દોડી આવ્યા હતા અને ત્રિપુટીએ તેને પાછળથી પકડી રાખી માર માર્યો હતો. આ સમયે છોડાવા વચ્ચે પડેલ તેના ભાઈ યાસીનને પણ ગડદા પાટુનો માર મારી ત્રિપુટીએ જાનથી મારીનાખવાની ધમકી આપી હતી. જે મામલે ખેડા શહેર પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


