Get The App

લીંગડા ખાતે કારમાંથી 1.14 લાખના દારુના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો

Updated: Jul 22nd, 2024

GS TEAM

Google News
Google News
લીંગડા ખાતે કારમાંથી 1.14 લાખના  દારુના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો 1 - image

- દારુ બંધીના દાવા પોકળ સાબિત થયા

- ઉમરેઠ પોલીસે 1050 વિદેશી દારુની બોટલ સહીત રૂા. 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ : ગુજરાતમાં દારુ બંધીના દાવા અને નાકા બંધી વચ્ચે બીજા રાજ્યમાંથી બેરકટોક દારુનો જથ્તો છે ક ઉમરેઠ સુધી  આવ્યો હતો. હવે બુટલેગરો પણ પોલીસને થાપ આપવા માટે કારમાં દારુની ખેપ મારી રહ્યા છે. ઉમરેઠ પોલીસે ચોક્કસ બાતમી આધારે લીંગડા ગામની સીમમાંથી પોલીસે રૂા.૧.૧૪ લાખના દારુના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો અને ઉમરેઠ પોલીસે દારુની ૧૦૫૦ બોટલો સાથે કુલ રૂા. ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઇકો કારમાં દારુની હેરાફેરી થઇ રહી છે જેને લઇને પોલીસે ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંગડા ગામ ખાતે વોચ ગોઠવી હતી અને બાતમી આધારે પોલીસે લીંગડા સીમમાં રતનપુરાના ગૌરાંગ ઉર્ફે ગવો ગોરધાનભાઇ સોલંંકીને પકડયો હતો અને ઇકો કારની તલાસી  લેતા તેમાંથી વિદેશી દારુની કુલ ૧૦૫૦ બોટલો મળી આવી હતી જેની કિંમત ૧.૧૪ લાખ થઇ રહી છે.

ઉમરેઠ પોલીસે આરોપી પાસેથી ઇકો સહિત કુલ રૂા. ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે ગુનો નોંધીને તે આ  દારુનો જથ્થો કોની પાસેથી અને ક્યાંથી લાવ્યો હતો.