બેંક ઓફ બરોડામાં સર્વર ડાઉનની સમસ્યાથી ગ્રાહકો ભારે પરેશાન
- કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામે
- બેંકમાં પુરતી કેસ હોતી નથી, એટીએમ મશીન પણ બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો માટે મુશ્કેલી સર્જાઇ
કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં ગ્રાહકો દ્વારા લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા પંદરેક દિવસથી બેંક કનેક્ટીવીટી આવતી નથી. છતાંય બ્રાન્ચ મેનેજર રજુઆતો કરતા યોગ્ય ઉકેલ લાવવાને બદલે ઉકેલ અંગે પુછતા ઉદ્ધત જવાબ અપાય છે ને ગ્રાહકો આમથી તેમ રખડપટ્ટી કરતા અન્ય જગ્યાએ નાણાં ઉપાડવા જવાની ફરજ પડી રહી છે.
ઉપરાંત મોટા ભાગાના કિસ્સામાં તો બેંક પાસે પુરતી કેસ પણ હોતી નથી. તેમજ છેલ્લા વીસ દિવસથી બેંક પાસે જ ગામમાં એ ટી એમ મશીન જુનું હતું તે બદલી નવું એ ટી એમ મશીન મુકવામાં આવ્યું હોવા છતાં હજી સુધી આ મશીન કાર્યરત કરવામાં આવ્યું નથી.
એટીએમ મશીનની જગ્યાએ શટલ જ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ગ્રામજનો દ્વારા સરપંચને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.