Get The App

નડિયાદમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

Updated: Aug 8th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત 1 - image

- મહિલાના વાલીવારસની ભાળ ન મળી

- પારસ સર્કલ પાસે અઠવાડિયા પહેલા રાહદારી વૃદ્ધાને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી

નડિયાદ : નડિયાદ પારસ સર્કલ રોડ ઉપર અઠવાડિયા પહેલા અકસ્માતમાં ઇજા પામેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ દેસાઈ વગાના ઢાળથી પારસ સર્કલ તરફ જતા રોડ ઉપરથી તા.૨૯મીએ એક વૃદ્ધા ચાલતા જઇ રહ્યા હતા, ત્યારે પુર ઝડપે આવેલો અજાણ્યો રીક્ષા ચાલક વૃદ્ધાને ટક્કર મારી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ ૧૦૮ મારફત ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે આ વૃદ્ધાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આ મહિલા સવિતાબેન (ઉં.વ. ૬૫)હોવાની ઓળખ થઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મહિલાના કોઈ વાલીવારસ મળી આવેલા નથી. આ બનાવ અંગે નિલેશભાઈ જગદીશભાઈ દેસાઈ (રહે. કૈલાશ પાર્ક સોસાયટી,નડિયાદ)એ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.