સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યૂલન્સ ધૂળ ખાઈ પડી રહી છે
- સેન્ટરને ફાળવણીને બે વર્ષ થવા છતાં
- જિલ્લા આરોગ્ય વિભાગે ડ્રાઈવરનું મહેકમ ઉભું કરવા અને ભરતી માટે હજૂ હવે મંજૂરી માંગી
નાગરિકોને સેવા મળી રહે માટે ફાળવેલી એમ્બ્યૂલન્સ ડ્રાઈવરના અભાવે બે વર્ષથી ધૂળ ખાઈને ભંગાર હાલતમાં પડી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરનું મહેકમ ઉભું કરવા માટે તેમજ ડ્રાઇવરની ભરતી કરવા માટે મંજૂરી માગેલી છે, મંજૂરી આવેથી ડ્રાઇવરની ભરતી કરવામાં આવશે. તાલુકાનું મુખ્ય મથક હોવાના કારણે તેમજ હાઇવે હોવાના લીધે વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે તેમજ પ્રસુતિ માટે પણ આસપાસના ગામોમાંથી અહીંયા સેવા માટે આવતા હોય છે. આવા સંજોગોમાં ક્યારેક કોઈક દર્દીને બહારગામ દવાખાને મોકલવામાં આવવાના હોય ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો ઉપયોગ કરવા માટે બોલાવવામાં આવે છે, પરંતુ આ ૧૦૮ની સેવા બીજા કોઈ દર્દીને લઈને ગયેલી હોય તો આવા સંજોગોમાં બીજી ૧૦૮ની સેવા માટે રાહ જોવી પડે છે. આવા સંજોગોમાં દર્દીની પરિસ્તિથી ગંભીર બને તો તેની જવાબદારી કોની આ એમ્બ્યુલન્સ માટે તાકીદે ડ્રાઇવરની નિમણૂક કરી આ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવે જેથી કરીને સરકારે ખર્ચેલા નાણાનો સદુપયોગ થાય તેવી માંગણી ઉઠી છે.