Updated: May 25th, 2023
- પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી શોધખોળ આદરી
- ભરૂચના અમુલ પ્લાન્ટમાંથી અમુલ ઘીનો જથ્થો ભરી અસલાલી વેર વાઉસમાં આપવા જવા નિકળ્યા ત્યારે બનેલો બનાવ
ચંદ્રકાંત જશભાઇ પટેલ (રહે. ઠક્કર રેસીડન્સ, સોખડા, ખેડા માતર રોડ) તા.૧૨/૫/૨૩ના રોજ મોગર ડેરીમાંથી કન્ટેનરમાં અમુલ લોટની બોરીઓ ભરી પલસાણા સુરત અમૂલના ગોડાઉન પર ગયા હતા. જ્યાં કન્ટેનર ખાલી કર્યા બાદ ભરુચ અમુલના પ્લાન્ટમાંથી અમુલ ઘીના બોક્સ ભરી અસલાલી વેર હાઉસ અમુલ ગોડાઉનમાં આપવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન તા.૧૮/૫/૨૩ની રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે કન્ટેનર ખેડા ચોકડી સોમનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કન્ટેનર પાર્ક કર્યું હતું. આ દરમિયાન કન્ટેનરના પાછળના દરવાજાનું અડધુ સીલ તોડી કોઈ તસ્કરો કન્ટેનરમાંથી અમુલ ઘીના ૫૦૦ મી.લીના ૩૯૬ બોક્સ કુલ પાઉચ ૭૯૨૦ ની કુલ કિંમત રૂ.૨૦,૮૭,૦૧૮ ની મત્તા ચોરી ગયા હતા .
જેની જાણ કન્ટેનરના ડ્રાઈવર ચંદ્રકાંતે લોજિસ્ટકના મેનેજરને કરી હતી. જેથી આ બનાવ અંગે જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ (રહે. અજમતપુરા, હાડગુડ) ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.