Get The App

મહી કેનાલમાં અમદાવાદની મહિલાનું ડૂબી જવાથી મોત

Updated: Aug 14th, 2024

GS TEAM

Google News
Google News
મહી કેનાલમાં અમદાવાદની મહિલાનું ડૂબી જવાથી મોત 1 - image

- ભાનેર અને ફલોલી ગામની વચ્ચે આવેલી

- મીનાવાડા દર્શને જતા રસ્તામાં દશામાની મૂર્તિ પધરાવવા ગયા અને મહિલાનો પગ લપસ્યો

કઠલાલ : ભાનેર અને ફલોલી ગામની વચ્ચે આવેલી મહી કેનાલમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા જતી અમદાવાદની મહિલાનો પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. 

ભાનેર અને ફલોલી ગામોની મધ્યમાં મહી કેનાલ આવેલી છે. ત્યાં અમદાવાદના આનંદનગરથી મીનાવાડા દર્શનાર્થે યાત્રાળુ જઈ રહ્યા હતા. ત્યારે ત્રણ ચાર બહેનો દશામાતાની મૂત વિસર્જન કરવા સવારે ૬ કલાકે મીનાવાડા જતાં મહી કેનાલમાં આવતાં ધસમસતા પાણીના પ્રવાહમાં દશામાતાની મૂત લઇને ભાવનાબેન નિલેશભાઈ અસારી (ઉં.વ.-૩૦) વિસર્જન કરવા જતાં પગલપસી જતાં તે ધસમસતા પાણીમાં ડૂબી ગયા હતા. બહિયલ ગામના તરવૈયાઓએ લાશને પોણા ત્રણ કલાકે નહેરમાંથી બહાર કઢાઈ હતી.કઠલાલ અને મહુધા બંને પોલીસ સ્ટેશનની હદ હોવા છતાં કેનાલ પાસે પોલીસ હાજર ન હતા. આ ઘટના અંગે પ્રથમ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે મહુધા પોલીસે નિલેશભાઈની ફરિયાદ ન લેતાં આખરે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.