નડિયાદ, તા. 19 જૂન 2020, શુક્રવાર
સેવાલીયા પોલીસે પોક્સોના ગુનામાં આરોપી તથા ભોગ બનનારને પોરબંદરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે સેવાલીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લા પોલીસ વડાની સુચના અનુસાર ભોગ બનનાર અને આરોપી મળી આવેલ ન હોય તો તેઓને શોધવા ગત તા. ૧૪ જુનથી ૨૧ જુન સુધીની ડ્રાઈવ રાખવામાં આવી હતી. સેવાલીયા પોલીસ મથકે ગત તા. ૨૯-૧-૨૦૨૦ના રોજ ગુનો નોંધાયો હતો જે અંતર્ગત આરોપી અનેભોગ બનનાર પકડાયા ન હતા અને નાસતા ફરતા હતા. તેઓની તપાસ ચાલુ હતી તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે સેવાલીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ડ્રાઈવ દરમ્યાન ગુનાના આરોપી રાજેશભાઈ કાંતિભાઈ પરમાર રહે. નાના ઘડીયા, રામદેવમંદિર સામે, તા. ગળતેશ્વર તથા ભોગ બનનાર બન્નેને ઝડપી પાડયા હતા. તેઓને સેવાલીયા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


