Get The App

કડી શહેરના યુવાને માઉન્ટ આબુ રહેતી નડિયાદની વિધવા સાથે દુષ્કર્મ આચર્યું

Updated: Aug 1st, 2024

GS TEAM

Google News
Google News
કડી શહેરના યુવાને માઉન્ટ આબુ રહેતી નડિયાદની વિધવા સાથે દુષ્કર્મ આચર્યું 1 - image

- લગ્નની લાલચ આપી એક સંતાનની માતાને ફસાવી

- અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યા બાદ તરછોડી મૂકતાં યુવાન અને પરિવારજનો સામે ફરિયાદ

કડી : કડી શહેરની જન્નત સિટીમાં રહેતા વિધર્મી  યુવકે મૂળ નડિયાદ અને અત્યારે માઉન્ટ આબુ રહેતી  વિધવા મહિલાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું.  મહિલાને ગર્ભ રહી જતાં યુવકે ગર્ભપાત કરાવ્યો હતો અને  લગ્ન કરવાની  ના પાડતા  મહિલાએ યુવાન અને તેના પરિવારના સભ્યો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

મૂળ નડિયાદની અને હાલ માઉન્ટ આબુ રહેતી મહિલાના પતિનું આજથી બે વર્ષ અગાઉ નિધન થયું હતું.  આ મહિલાને એક ૭ વર્ષનું બાળક છે. જેથી મહિલા પતિના નિધન બાદ  માઉન્ટ આબુ આવી હતી. અને એક ખાનગી હોટલમાં નોકરી કરતી હતી.  જ્યાં આજથી એક વર્ષ પૂર્વે માઉન્ટ આબુના નખીલેક તળાવ ખાતે કડી  શહેરની જન્નત સિટીમાં રહેતા પરીણિત આરીફ હુસેન ઉર્ફે સોહેબ કલાલ સાથે મહિલાનો સંપર્ક થયો હતો અને એક બીજાનો નંબર મેળવી વાત ચીત કરતાં હતાં. આંખ મળી જતા એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી.  જે  બાદ  ૧૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ  મહિલાનો  જન્મદિવસ હોવાથી યુવક કડીથી માઉન્ટ આબુ  મળવા ગયો હતો. જ્યાં આ મહિલાને વાતોમાં ભોળવી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ હોટલમાં રોકણ દરમિયાન યુવાન ઉપર ફોન આવતાં મહિલાએ પુછતાં જણાવ્યું હતું કે તેના લગ્ન થઈ ગયા છે. અને તેની પત્નિનું નામ સુહાના છે.  અને તેને તલાક આપી તેની સાથે લગ્ન કરશે તેવી વાતચીત કરી વિધવા મહિલાને વિશ્વાસમાં લીધી હતી.  જે  બાદ  મહિલાને ગત ફેબુ્રઆરીમાં  મહેસાણા બોલાવી કડીના છત્રાલ રોડ ઉપર આવેલી એક હોટલમાં લઈ ગયો હત. 

આ અંગે  યુવકના માતા-પિતા તેના ભાઈ અને તેની પત્નીને ખબર પડી જતાં તે પોતે હોટલ ઉપર દોડી ગયાં હતાં. અને  મહિલાને જન્નત સીટી લઈ જયા ધમકીઓ આપી હતી તેમજ માર માર્યો હતો. જે બાદ પરિણીત યુવકના મામા બશીરભાઈ અને યુવક વિધવા મહિલાને લઇ માઉન્ટ આબુ ખાતે મૂક આવ્યા હતા. જે બાદ યુવાન માઉન્ટ આબુ ગયો હતો અને શરીર સુખ માણ્યું હતું. જેથી મહિલાને ગર્ભ રહી જતાં યુવાનને જાણ કરતાં સારવાર માટે મહેસાણા બોલાવી જબજસ્તીથી ગોળીઓ પિવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ યુવાનના પરિવારજનો અને મહિલા સાથે વાટાઘાટો થઈ હતી. અને અવાર નવાર યુવાને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવાને ફોન કરવાનું અને ઉપાડવાનું બંધ કરી દીધું હતું.  યુવકની પત્નિ, સાસુ, માતા અને પિતાએ પણ ફોન કરીને ધમકી આપી હતી. યુવાને ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં મહિલાએ કડી પોલીસ સ્ટેશનમાં યુવાન તેમજ તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.