Get The App

મહુધાના ભુમસ પાસે 2 બાઈકો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

Updated: Mar 24th, 2024

GS TEAM

Google News
Google News
મહુધાના ભુમસ પાસે 2 બાઈકો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત 1 - image


- સગીર અને 2 આધેડો સહિત સિહુજના 3 વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

મહુધા : મહુધાના ભુમસ ગામ પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા ૧૯ વર્ષના યુવાનું મોત નિપજ્યું છે. જ્યારે એક સગીર અને બે આધેડો સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા તેમને મહુધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાને પગલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહુધા તાલુકાના ભુમસ ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ૧૦૮ની ટીમ સ્થળે દોડી આવી હતી. હાલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મહુધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડાકોર પદયાત્રાના સમયે થયેલા અકસ્માતમાં અમિતભાઈ દિનેશભાઈ પરમાર (ઉં.વ.૧૯) રહે. ભુમસનું મોત નિપજ્યું હતું. જયારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાં બુધાભાઈ પુંજાભાઈ પરમાર (ઉં.વ.૫૫) રહે. સિહુજ, મેહુલભાઈ રાજેશભાઈ સોઢા પરમાર (ઉં.વ.૧૨) રહે. સિહુજ તથા રાજેશભાઈ મોહનભાઈ સોઢા પરમાર (ઉં.વ. ૫૭) રહે. સિહુજવાળા હાલ આ ત્રણ વ્યક્તિની સારવાર મહુધાની સરકારી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. 

મહુધા પોલીસ અકસ્માતના પગલે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :