Get The App

ખેડામાં ધાબા પર ચડી યુવક જોખમી હરકતો કરતા દોડધામ

Updated: Sep 29th, 2024

GS TEAM

Google News
Google News
ખેડામાં ધાબા પર ચડી યુવક જોખમી હરકતો કરતા દોડધામ 1 - image

- ધાબા પરથી નીચે પથ્થરો ફેંકતા રોડ પર અવરજવર બંધ, તંત્રએ યુવકને નીચે ઉતાર્યો 

ખેડા : ખેડા શહેરમાં રાજા શોપિંગ સેન્ટરના ધાબા પર આજે સવારે એક અસ્થિર મગજનો યુવાન ચઢી જઇને જોખમી હરકતો કરતા દોડધામ મચી ગઇ હતી અને ચેનલના વાયરને પકડીને દોડી રહ્યો હતો અને પોલીસ અને પાલિકાએ આવીને યુવાને નીચે ઉતારીને સગાસંબંધીને સોંપી દીધો હતો. 

ખેડા શહેરમાં સરદાર ચોક પાસે આવેલા રાજા શોપિંગ સેન્ટરના ધાબે આજે  સવારે એક અસ્થિર મગજનો યુવાન ચઢી ગયો હતો અને ધાબાની બિલકુલ પાળી ઉપર જોખમી રીતે હરકતો કરતો હતો. લોકો માટે તમાશો બની જતા ટોળે ટોળા અધ્ધર શ્વાસે તેની સામે જોઈ રહ્યા હતા. દરમિયાન ચેનલના વાયર લઈને ધાબા ઉપર ચારે તરફ દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપરથી ઈંટ નીચે ફેંકતો હતો જેના કારણે થોડા સમય માટે રસ્તા ઉપર અવર જવર બંધ થઈ ગઈ હતી. એવા સમયે પોલીસ અને પાલિકાના એક કર્મચારી દ્વારા કુનેહ પૂર્વક તેને ઝડપી લઈને નીચે ઉતારવામાં આવ્યો હતો અને તેના સગાસબંધીઓને સોંપી દીધો હતો.