FOLLOW US

ખેડા જુના હાઇવે ઉપર ડમ્પર ચાલકે મહિલાને ચગદી નાંખતા મોત

Updated: May 23rd, 2023


- સાળાની ખબર કાઢવા દંપતિ નીકળ્યું હતું અને અકસ્માત થયો

- બાઇક સવાર પતિની ટોપી ઉડીને રોડ પર પડી પત્ની ટોપી લેવા ગઇ અને મોત ભરખી ગયું

નડિયાદ : ખેડા તરફના જુના હાઈવે પર રતનપુર અનમોલ હોટલ નજીક બાઈક ઉભુ રાખી પતિની ઉડી ગયેલી ટોપી લેવા ગયેલી મહિલાનું ડમ્પરે ટક્કર મારતા માથા પર તોતીંગ ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.

બોરસદ તાલુકાના વાંછીયેલ (રહે, વિંઝોલ) માં રહેતા નવનીતભાઈ હિંમતભાઈ ચૌહાણ સોમવારે સવારે પત્ની રમીલાબહેન તથા ભાણા યુવરાજને મોટર સાયકલ પર બેસાડી અંબાલી ગામે સાળાની ખબર કાઢવા ખેડા જુના હાઇવે થી રધવાણજ તરફ જઈ રહ્યા હતા ત્યારે રતનપુર અનમોલ હોટલ નજીક બાઈક ચાલકે માથા પર પહેરેલ ટોપી પવનથી ઉડી જતા બાઈક ઉભી રાખી હતી.

 બાઈક ઉભી રહેતા રમીલાબેન ઉતરીને ટોપી લઈને આવી રહ્યા હતા ત્યારે રતનપુર તરફથી પૂર ઝડપે આવેલ પીળા કલરના ડમ્પરે મહિલાને અડફેટે લેતા રમીલાબેન (ઉં.વ.૫૪) ના માથા પર ડમ્પરનું આગળનું ટાયર ફરી વળતા મોઢું છુંદાઈ ગયું હતું.

 જેથી મહિલાનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે નવીનભાઈ હિંમતસિંહ ચૌહાણની ફરિયાદ આધારે માતર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat
IPL-2023
Magazines