Get The App

તારાપુર હાઈવે પર કારની ટક્કરે મહિલાનું મોત

Updated: Aug 22nd, 2024

GS TEAM

Google News
Google News
તારાપુર હાઈવે પર કારની ટક્કરે મહિલાનું મોત 1 - image

- હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું 

તારાપુર : તારાપુર-વાસદ હાઈવે પર બુધવારે એક કારની ટક્કરે રાહદારી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત મહિલાનું કરમસદની હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

તારાપુર-વાસદ હાઈવે પર ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની સામેના રસ્તા પર બુધવારે બપોરે કારે રાહદારી મહિલાને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સ્થાનિકોએ તાત્કાલીક તારાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.