નડિયાદના પીપલગની સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા ચકચાર
- શાળામાં અભ્યાસ કરતી સગીરાને બીજે માળ બોલાવી કુકર્મ આચરતા શિક્ષક પકડાયો
નડિયાદ, તા.14 જુલાઈ 2020, મંગળવાર
નડિયાદ તાલુકાની એક સ્કુલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યુંહોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે નડિયાદ રૃરલ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષકને ઝડપી પાડયો છે.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના નડિયાદના પીપલગ ગામમાં આવેલ એક સ્કુલમાં બની છે. શાળાના એક શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. નડિયાદની ચૌદ વર્ષીય એક સગીરા પીપલગ ગામની એક સ્કુલમાં અભ્યાસ કરતી હતી. આ શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શરીરસુખ માણવા શહેરના વિસ્તારોમાં આવી પીછો કરી ચેનચાળા કરતો હતો. ગત ડિસેમ્બર ૨૦૧૯માં શિક્ષકે વિદ્યાર્થીનીને સ્કુલની બિલ્ડીંગના બીજા માળે ચાવી મળેલ છે તે તારી છે તેમ કહી બીજા માળે બોલાવી તેનો હાથ પકડી જેન્ટસ વોશરૃમમાં ખેંચી જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના અંગે નડિયાદ રૃરલ પોલીસ મથકે શિક્ષક મનીષ પાઉલભાઈ પરમાર રહે. કરોલી, તા. વસો વિરૃધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે નડિયાદ રૃરલ પોલીસે શિક્ષક મનીષ પરમારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.