Get The App

બાઈક અને કારના અકસ્માતમાં સીંજીવાડા ગામના રહિશનું મોત

Updated: Mar 29th, 2023

GS TEAM


Google News
Google News
બાઈક અને કારના અકસ્માતમાં સીંજીવાડા ગામના રહિશનું મોત 1 - image


- તારાપુર મોટી ચોકડી ખાતે 

- બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક કાર આવતા ઘડાકાભેર અથડાઈ

તારાપુર : તારાપુર મોટી ચોકડી પર બાઈકચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક કાર ટકરાતાં ઘટના સ્થળે જ બાઈક ચાલકનું મોત થયું હતું. સીંજીવાડા ગામના રહેવાસીનો મૃતદેહ પીએમ માટે મોકલ્યા બાદ તારાપુર પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

તારાપુર મોટી ચોકડી પર કાર અને બાઈક આથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઈક ચાલક સીંજીવાડા ગામનો રહેવાસી હોવાનું તથા સ્થાનિકોનાં જણાવ્યા મુજબ અકસ્માત રોડ ક્રોસ કરતા સર્જાયો હોવાનું જાણવા મળે છે. અકસ્માતની ઘટનાને લઈ તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તાબડતોબ મૃતદેહને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા બાદ અકસ્માતને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Tags :