Get The App

કપડવંજના વડોલ ગામે હડકાયા કૂતરાએ 7 લોકોને બચકાં ભર્યા

Updated: Aug 20th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજના વડોલ ગામે હડકાયા કૂતરાએ 7 લોકોને બચકાં ભર્યા 1 - image

- એક જણાને ગંભીર હાલતમાં નડિયાદ સિવિલ ખસેડાયો

- ગ્રામજનોમાં ફફડાટની લાગણી, ઘરની બહાર નીકળતા પણ ડરે છે

કપડવંજ : કપડવંજ તાલુકાના વડોલ ગામમાં સોમવારે હડકાયા કૂતરાએ સાત જણાને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક જણાને ગંભીર હાલતમાં બાલાસિનોર બાદ નડિયાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હોવાનું જાણવા મળે છે. ગામમાં કૂતરાના આતંકને લઇને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.  

 ગ્રામજનોના જણાવ્યા મુજબ કૂતરાએ ચૌહાણ કરનભાઇ ફતાભાઈ,  સોલંકી નારણભાઈ ચતુરભાઈ,  સોલંકી માકુબેન નારણભાઈ, ડાભી બળતભાઇ ડાહ્યાભાઈ સહિત સાત જેટલા લોકોને બપોરના ૧૨ વાગ્યાની આસપાસ હડકાયું કૂતરૂ કરડયું હતું. નોંધપાત્ર છેકે કપડવંજ તાલુકાના વડોલ ગામે અંદાજે એક વર્ષ અગાઉ અડધી રાત્રે ચાલીસ જેટલા વ્યક્તિ અને ત્રીસ જેટલા પશુઓને હડકાયું કુતરૂ કરડવાનો બનાવ બન્યો હતો.