Get The App

મચ્છુ નદીમાં ઝંપલાવી મહિસાગર જિલ્લાના પ્રેમી પંખીડાનો આપઘાત

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
મચ્છુ નદીમાં ઝંપલાવી મહિસાગર જિલ્લાના પ્રેમી પંખીડાનો આપઘાત 1 - image

- માળીયા મિંયાણા તાલુકાના હરિપર નજીક 

- સગીર વયની પ્રેમિકાનું અપહરણ કરી ભગાડી આવતા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ પકડશે તેવા ડરથી નદીમાં  સજોડે ઝંપલાવ્યું

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક મચ્છુ નદીના પુલ ઉપરથી સગીર વયની પ્રેમિકા અને પ્રેમી યુવકે મચ્છુ નદીમાં  સજોડે કૂદી જતા  બન્નેના ડૂબી જતા મોત થયા હતા.આ ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનો યુવાન તેની સગીર વયની પ્રેમિકાને ભગાડી લાવ્યો હોઇ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ પકડશે તેવા ડરથી નદીમાં  ઝંપલાવ્યું હોવાનું ખુલ્યું છે.

માળિયા કચ્છ હાઇવે પર હરીપર ગામ નજીક મચ્છુ નદીના પાણીમાં કુદી સુનીલ ગોવિંદ ઠાકોર (ઉ.વ.૨૪)( રહે.ધોડબાઈના મુવાડા ઓથવડા, તા-બાલાસીનોર જી-મહીસાગર) અને તેની સગીર વયની પ્રેમિકાએ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે.

યુવાનને પ્રેમસંબંધ હોય જેથી તેની ૧૭ વર્ષીય પ્રેમિકાને ગામડેથી ભગાડી ગયો હતો. પ્રેમિકા સગીર વયની હોય જેથી બાલાસિનોર પોલીસ મથકમાં યુવાન સામે અપહરણનો ગુનો નોંધાયો હતો.જેની જાણ યુવાનને થતાને થતા મનોમન લાગી આવતા તથા પોલીસ પકડશે તેવા ડરથી હરીપર ગામ નજીક બાઈક રેઢું મૂકી પ્રેમિકા સાથે મચ્છુ નદીમાં કુદકો મારી પાણીમાં ઝંપલાવી પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધો હતો.માળિયા પોલીસે પ્રેમી પંખીડાના આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે