Get The App

એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલની દિવાલ તોડી 16 દુકાનો તાણી બંધાઇ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલની દિવાલ તોડી 16 દુકાનો તાણી બંધાઇ 1 - image


- માતરના ત્રાજ ગામમાં ભૂમાફીયા બેફામ

- ત્રાજ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શાળાની જગ્યામાં હેતુફેર કરાયાનો આક્ષેપ

નડિયાદ : માતર તાલુકાના ત્રાજ ગામમાં આવેલી એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલની સંરક્ષણ દિવાલ તોડી ત્યાં કોમસયલ ૧૬ દુકાનોનું બાંધકામ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટ સંચાલિત આ શાળાની જગ્યામાં કેટલાક મળતીયા ટ્રસ્ટીઓને સાધી અને ગામના ઈસમો દ્વારા આ કૃત્ય કરાયુ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

જાગૃત નાગરીક દ્વારા આ મામલે શિક્ષણ વિભાગમાં લેખિત ફરીયાદ પણ કરાઈ છે અને શૈક્ષણિક સંસ્થા માટેના શિક્ષણ વિભાગના જરૂરી નિયમોનો ભંગ કરી અને દુકાનોનું બાંધકામ કરાયુ હોય, તેને દૂર કરવા જરૂરી પગલાં લેવાની માંગણી કરી છે. આ સમગ્ર મામલે શૈક્ષણિક સ્થળની જગ્યાનો હેતુફેર કરી અને બાંધકામ કર્યાના આક્ષેપ ઉઠયા છે. ગામના જ કેટલાક અગ્રણી ભૂમાફીયાઓ દ્વારા ટ્રસ્ટના હોદ્દેદારો સાથે મેળાપીપણુ કરી અને રૂપિયા ઉપજાવી લેવાના હેતુસર આ જગ્યામાં દુકાનો બાંધી દીધી છે. આ બાબતે હિતેશ પરમાર નામના જાગૃત નાગરીક દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યુ છે કે, આ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ મીટરમાં કોમસયલ બાંધકામ કરવાની પરવાનગી ન હોવા છતાં અને શૈક્ષણિક સંસ્થાની જગ્યા હોવા છતાં હેતુફેર કરી આ બાંધકામ કરવામાં આવ્યા હોય, તાત્કાલિક આ મામલે સ્થળ તપાસ કરી અને આ કોમસયલ બાંધકામ દૂર કરવાની માંગણી કરી છે.

પાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, વહિવટદારો અને આવડત વગરના ઈજનેરોએ પ્રજાના પૈસા ગેરવલ્લે કર્યા


Google NewsGoogle News