કપડવંજ : કપડવંજ તાલુકાના આંત્રોલી નજીક આવેલી નર્મદા નહેરમાં ઝંપલાવી યુવતીએ આપઘાત કરી લીધો હતો. કઠલાલ તાલુકાના છીપડી નજીક સંદેશર ગામની તેજલબેન સોમાજી પરમાર (ઉં.વ.૧૯)એ નર્મદા નહેરમાં આપઘાત કરતાં પહેલા હું મારી જાતે મરજીથી નહેરમાં પડું છું બીજા કોઈનો વાંક નથી તેવો વિડિયો બહાર આવ્યું હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આપઘાત કરનાર યુવતીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના અંગે હજુ પોલીસ ચોપડે કોઈએ ફરીયાદ નોંધાવી હોવાનું જણાયું નથી.
આંત્રોલી પાસેની નહેરમાં સંદેશર ગામની યુવતીએ આપઘાત કર્યો


