Get The App

ગેસ પાઇપ લાઇન ફાટતા આગ લાગી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા

Updated: Nov 24th, 2022

GS TEAM

Google News
Google News
ગેસ પાઇપ લાઇન ફાટતા આગ લાગી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા 1 - image


- ખેડા પાસે માતર રોડ પરની સોસાયટીમાં બનેલો બનાવ

- ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો, દાઝેલાને અમદાવાદ ખસેડાયા

ખેડા: ખેડા પાસે આવેલા માતર રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલી એક સોસાયટી માં  અચાનક ગેસ પાઈપ લાઈન ફાટી જતા ઘરમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ત્રણ વ્યક્તિ દાઝી ગયા હતા. 

સવારે ગેસ ની પાઈપ ફાટી જતા આખા ઘર માં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે જનકભાઈ રતિલાલ કાછીયા પટેલ ઉ. વ. 45 તથા હિરલબેન જનકભાઈ કા. પટેલ ઉ. વ.38 અને માનવ જનકભાઈ કા. પટેલ ઉ. વ. 20 આગ ની લપેટ માં આવી જતા દાઝી ગયા હતા તેમને તાત્કાલિક ખેડા સિવિલ માં ખસેડાયા હતા ત્યાં પ્રાથમિક સારવાર પછી જનકભાઈ અને હિરલબેન ને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા. ઘટના ની જાણ થતા ખેડા નગર પાલિકા ના ફાયરફાઈટર ના ડ્રાઇવર જગદીશ રાઠોડ લાયબબ્બા સાથે દોડી આવ્યા હતા તથા આગ ઓલવી હતી. બનાવ ના સ્થળે મોટી સંખ્યા માં નાગરિકો ઉમટી પડયા હતા. અન્ય યુવાનો દ્વારા પણ આગ ઓલાવવામાં મદદગારી કરી હતી.

Tags :