Get The App

પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ

Updated: Sep 7th, 2023

GS TEAM

Google News
Google News
પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ 1 - image


- મહિસાગરમાં દલિત ક્લાર્કના મૃત્યુ કેસ મામલે

- બાલાસિનોર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

બાલાસિનોર : મહિસાગર જિલ્લામાં દલિત ક્લાર્કના મૃત્યુ મામલે કોર્ટે ૪ અધિકારીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. જે બાદ પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ત્યારે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ચાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે મળતી વિગતો અનુસાર બાલાસિનોર ખાતે રહેતા અને કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત કલાર્ક અલ્પેશ માળીએ ઉપલા અધિકારીઓ પરેશાન કરે છે તેવો મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે પત્ર ૨૧ જાન્યુઆરીના રોજ પત્ર લખ્યા બાદ ૨૯ જાન્યુઆરીના રોજ કલાર્ક અલ્પેશ માળી તેના બાલાસિનોરના નિવસ્થાન પર મૃત મળી આવ્યા હતા.  અલ્પેશ માળીના ઈન્દોર રહેતા બહેન કોકિલાબેન ચૌહાણ દ્વારા પાંચ એપ્રિલના રોજ પોતાના ભાઈના મોત પાછળ જવાબદાર ઉપરી અધિકારીઓ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવવા પહોંચા હતા જોકે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં ન આવતા અલ્પેશ માળીની બહેને કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જેમાં મૃતકની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે મહીસાગર જિલ્લાની  કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી વકીલ મારફતે દાખલ કરી હતી. ક્રિમિનલ ઇન્કવાયરીનો ચૂકાદો મહીસાગર જિલ્લા  કોર્ટ દ્વારા શનિવારના રોજ આપવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા ક્રિમિનલ ઇન્કવાયરીલ ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવાનો આદેશ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો જે બાબતે બાલાસિનોરપોલીસે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. મહીસાગર જિલ્લામાં તાલુકા કક્ષાના નાયબ કલેકટર અને નાયબ મામલતદાર સામે પોલીસ ફરિયાદ નોંધવાનો પ્રથમ ઘટના મહીસાગર જિલ્લામાં બનતા સમગ્ર જિલ્લા અધિકારી આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે અનેક ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા નાના અધિકારીઓ પણ હાલ સમગ્ર ઘટનાને સમર્થન આપી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

કોની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

૧. એ.વી. વલવાઈ. નાયબ મામલતદાર બાલાસિનોર પ્રાંત કચેરી

૨. કૌશિક જાદવ. પ્રાંત અધિકારી સંતરામપુર

૩. નિલેશ સેઠ. રિટાયર્ડ નાયબ મામલતદાર,કડાણા મામલતદાર કચેરી

૪.શૈલેષ પટેલ. કોમ્પુટર ઓપરેટર,પ્રાંત કચેરી સંતરામપુર

શૈલેષ પટેલ થોડાક જ સમય પહેલા લાંચ લેતા ઝડપાઇ ગયો હતો

સંતરામપુર પ્રાંત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ થોડા સમય પહેલા જમીન ખરાઈ નો દાખલો આપવા બાબતે એક ખેડૂત પાસેથી હજારો રૂપિયાની લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Tags :