Get The App

ટાયર ફાટતા રસ્તાની બાજુ ખાડામાં ગાડી પલટી ગઇ : એક વ્યક્તિનું મોત

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
ટાયર ફાટતા રસ્તાની બાજુ ખાડામાં ગાડી પલટી ગઇ : એક વ્યક્તિનું મોત 1 - image

-  લીમખેડાના દાતિયા ગામ નજીક હાઇવે ઉપર

- ચાલક સહિત ગાડીમાં સવાર 3 વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા

લીમખેડા : લીમખેડા તાલુકાના દાતિયા ગામે ઇન્દોર - અમદાવાદ હાઇવે પર ઈકકો ગાડીનું ટાયર ફાટતાં ગાડી રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેને લઈને ગાડીમાં સવાર ચાલક સહિત વડોદરાના ત્રણ મિત્રોને  ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.જે પૈકી એક વ્યક્તિનુ શરીરે પહોંચેલી ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે.

વડોદરા શહેરમાં રહેતા મિતેશ ભાઈ ગણપતભાઈ પઢીયાર ગઈકાલે સોમવારે સવારે  ગાડીમાં તેના મિત્ર ગણપતભાઈ મગનભાઈ ચૌહાણ અને અક્ષયભાઈ શૈલેષભાઈ ડામોર સહિત ત્રણે જણા દાહોદ પોતાના કામ માટે ગયા હતા અને સાંજે પોતાનું કામકાજ  પૂર્ણ કરી આ મિતેશ ગણપત પઢીયાર પોતાની ગાડી ચલાવી લઈને ત્રણેય જણા ગાડીમાં પરત વડોદરા જવા માટે નીકળ્યા હતા.

એ દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યે  રસ્તામાં લીમખેડા નજીક દાતિયા ગામ પાસે પહોંચતા ગાડી પુરઝડપે હોવાથી  ગાડીનું ટાયર ફાટી ગયું હતું જેને લઈ ચાલક મિતેશ ભાઇ  પઢિયારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં ગણપતભાઈ મગનભાઈ ચૌહાણનું શરીરે તથા માથામાં પહોંચેલી ગંભીર પ્રકારની ઇજાના પગલે ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અક્ષય ભાઈ શૈલેષભાઈ ડામોરને અને મિતેશ ભાઈ ગણપતભાઈ પઢીયારને શરીરે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.જે પૈકી મિતેશભાઈ ગણપતભાઈ પઢીયારને શરીરે વધુ ઈજા થતા લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ રીફર કર્યા છે.