Get The App

ભીમ તલાવડી પાસેથી 78 હજારના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Updated: Aug 20th, 2024

GS TEAM

Google News
Google News
ભીમ તલાવડી પાસેથી 78 હજારના દારૂ સાથે બુટલેગર ઝડપાયો 1 - image

- દારૂ વેચવા આપી જનાર શખ્સ ફરાર

- દારૂ- બિયરની 228 બોટલો પકડાઈ : ખેડા એલસીબીએ નડિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ : નડિયાદના ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ ઉપર આવેલી ભીમ તલાવડી નજીકથી ખુલ્લામાંથી ૭૮ હજારનો વિદેશી દારૂ- બિયર મળી ૨૨૮ બોટલોના જથ્થા સાથે બુટલેગરને એલસીબી ખેડા પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે વિદેશી દારૂ વેચવા આપી જનાર આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

એલસીબી ખેડા પોલીસ નડિયાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ચકલાસી ભાગોળથી ફતેપુરા જવાના રોડ ઉપર ભીમ તલાવડી નજીક ભરતભાઈના ઘર પાછળ ખુલ્લામાં વિદેશી દારૂ વેચાતો હતો. જ્યાં પોલીસે રેડ પાડતા સ્થળ પરથી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા વિપુલ મુકેશભાઈ તળપદા તેમજ આ વિદેશી દારૂ લાલુભાઇ જયંતીભાઈ તળપદા વેચવા આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ખુલ્લામાં સંતાડી રાખેલી વિદેશી દારૂ તેમજ બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૨૨૮ કિંમત રૂ.૭૮,૦૦૦નો જથ્થો કબજે કર્યો હતો.  આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે વિપુલ મુકેશભાઈ તળપદા તેમજ લાલુભાઈ જયંતીભાઈ તળપદા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હતી.