ડાકોરમાં અદાણી ગેસ એજન્સી દ્વારા વગર મંજુરીએ રોડ ખોદી નંખાતા 72 લાખનો દંડ
- 8 કિ.મી. રોડ ઉપર આશરે 3,510 જેટલા ખાડા કરી નાંખ્યા
- યાત્રાધામ ડાકોરના રહિશો, શ્રદ્ધાળુઓ ભારે પરેશાન, રોડની સત્વરે મરામત કરાવવા માંગણી
ડાકોર માં છેલ્લા ત્રણ વષથી અદાણી ગેસ એજન્સીએ કામચાલુ કર્યું હતું. જે કામગીરી શરૂ કરવા માટે કામ ચલાઉ મુખ્ય રસ્તા ઓ તોડવાની મંજૂરી મેળવી હતી અને ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણે એજન્સીએ ડાકોરના રોડ રસ્તા તોડીને કનેકશન આપવાના અને તેના નક્કી કરેલ ઁપ્લાન મુજબ કામગીરી કરવાનું પણ લેખીત કર્યું હતું .હાલમાં ડાકોરની તમામ સોસાયટીઓમાં આરસીસી રસ્તા બ્લોક નાખેલા હોય તો તે ઉખડી ખાડા કરવાના અને દરેક રોડને સરફેશીંગ કરી આપવાનું નક્કી કર્યું હતું .હાલમાં ૩,૫૧૦ ખાડા કરી નાખ્યા પણ ખાડા તો એવાને એવાજ રહેવા દીધા જે માટી ખાડામાંથી કાઢી હતી તે પાછી પુરી દીધી અને ખાડા પૂરું દીધા છે .કોઈ પ્રકારનું સરફેશીંગ કર્યું નથી અને ટેકરાઓ કરી દીધા જેને કારણે વાહન ચાલકો રાહ દારીઓને મુશકેલી પડી રહી છે. આ કામગીરી કરવાની મંજૂરી ડાકોર નગરપાલીકામાંથી લીધી નથી તેવી ડાકોર નગરપાલીકાના પ્રમુખ દ્વાર ચીફ ઓફિસરને લેખીત જાણ પણ કરી હતી. પછી ચીફ ઓફિસરે એજન્સીને ૭૨ લાખ ભરવાનો અને રોડ રસ્તા સરફેસિંગ કરવાનો હુકમ કર્યો છે. જે વાતને આજે પંદર દિવસનો સમય ગાળો થઈ ગયો છે અને ડાકોર નગરપાલીકામાં હાલ સ્વભંડોળ નહોવાથી લાઈટ કનેકશન પણ કપાઈ ગયું છે. તો એજન્સીના ૭૨ લાખ આવે તો લાઈટ બીલ ભરવામાં રાહત થાય ત્યારે કામપૂર્ણ કરી ચુકેલી એજન્સીને ૭૨ લાખ ભરવામાં ભારે પડી રહ્યા છે .જેથી પૈસા ભરવામાં એજન્સીના સુપરવાઈઝર અનાકાની કરી રહ્યા છે જેને લીધી પ્રજાને બે રીતે ગેરલાભ થઈ રહ્યો છે એક તો રોડ રસ્તા ઉબળ ખબાળ થઈ ગયા છે અને ગેસ કનેકશનના લાભથી પણ વંચિત રહેવું પડયું છે