Get The App

દેવગઢ બારીઆ અને ધાનપુરમાં ગૌહત્યા કરનાર પાંચને 7 વર્ષની જેલ

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
દેવગઢ બારીઆ અને ધાનપુરમાં ગૌહત્યા કરનાર પાંચને 7 વર્ષની જેલ 1 - image

- તમામ આરોપીને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ

દાહોદ : દાહોદના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં ગૌ હત્યા બદલ 5 આરોપીને ૭-૭ વર્ષની જેલની સજા અને ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.  

તા.૧૮ સપ્ટે. ૨૦૨૨ ના રોજ દેવગઢ બારીઆમાં પોલીસે રેડ પાડી ક્રતાપૂર્વક બાંધેલા ૯ નંગ ગૌવંશ તથા ૫૦ કિગ્રા જેટલું ગૌમાસ સાથે અફઝલ હબીબભાઈ મિર્ઝાની ધરપકડ કરી હતી. 

તેની સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રતા સંરક્ષણ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસ એડિશનલ સેશન્સ કોર્ટ લીમખેડાના જજ એચ.એચ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી.ચૌહાણની દલીલોને ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા તથા ૧ લાખ રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.

અન્ય કેસમાં ધાનપુરના ચીમનકુવા ફળિયાના ગુલાબ ભુરીયા, મંગા વાખળા, સુમલા ભુરીયા તથા કાકડખીલા ગામના દીપક ઉર્ફે દીપા નાનિીયાભાઈ ભુરીયાએ પોલીસે ૪ મે, ૨૦૨૧ના રોજ ગૌહત્યા કરી ગૌમાંસને સગેવગે કરતા પકડી પાડયા હાત. તેમાં પણ સેશન્સ કોર્ટે ચારે આરોપીઓને તકસીરવાર ઠેરવી પ્રત્યેક આરોપીને ૭ વર્ષની સખત કેદની સજા તથા ૧- ૧ લાખનો દંડ જો દંડની રકમ નહીં ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજાનો હુકમ  કર્યો હતો.