- 5 પાકા કામના પુરુષ અને બે સ્ત્રી બંદીવાન કેદીના પરિવારજનોમાં આનંદની લાગણી
નડિયાદ : દિવાળીના તહેવારોની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બિલોદરા જેલમાં સજા ભોગવતા કેદીઓ પરિવાર સાથે દિવાળીના તહેવારો માણી શકે તે માટે સાત કેદીઓને ૧૫ દિવસના પેરોલ રજા પર છોડવામાં આવ્યા છે.
દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી માટે ખરીદી માટે બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે.
ત્યારે જેલમાં સજા ભોગવતા કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે તે આશયથી સરકારે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા પાંચ પાકા કામના પુરુષ તથા બે સ્ત્રી બંદીવાન કેદીઓ પરિવાર સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ૧૫ દિવસની પેરોલ રજા પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી કેદીઓના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.


