કપડવંજ શ્યામ વિલા સોસાયટી પાસેથી 7 જુગારીઓ ઝડપાયા
- ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો
- રૂા. 1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો
કપડવંજ શ્યામ વિલા સોસાયટી આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે કુંડવાવ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ અનિલકુમાર બચુભાઈ, વિરલ સિંહ રણવીરસિંહને બાતમીને આધારે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ પી.એસ. બરંડાએ પોલીસ ટીમ સાથે રેઇડ કરી હતી. રેડ દરમિયાન ૧,૧૪,૫૯૦ના મુદ્દામાલ સાથે સાત પૈકી (૧) જૈમિનકુમાર અરવિંદભાઈ પટેલ રહે.નારાયણનગર સોસાયટી- કપડવંજ, (૨) સોહનભાઈ ઉર્ફે રોહીત કિશનભાઈ ભીલ રહે. માતરીયા, મારવાડીવાસ- કપડવંજ, (૩) નિલેશકુમાર ઉર્ફે પપ્પુ પોપટભાઈ શઠોડ રહે.મુ. તા-સોનીપુરા, તા.કપડવંજ, (૪) કલ્પેશભાઈ ઉર્ફે કલ્પો બહેચરભાઈ ભીલ રહે.માતરીયાવાસ, કપડવંજ, (૫) રાજ શાંતિભાઈ ભીલ રહે. માતરીયા રેલ્વે સ્ટેશન રોડ, કપડવંજ, (૬) ગણપતભાઈ ઉર્ફે સોમો પટુરભાઈ વણજારા રહે. ડાકોરચોકડી, વણજારાવાસ, કપડવંજ (૭) પ્રતાપમાર ઉર્ફે ક્સો ફતાજી ભીલ રહે. ભીલવાસ, ગુજરાત હાઉસીંગ બોર્ડ કપડવંજવાળા જુગારીઓને ઝડપી પાડયા હતા. તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.