Get The App

મહુધામાં વિદ્યાર્થિનીઓને આપવાની 543 સાયકલો કટાઈ ગઈ પરંતુ વિતરણ ન થઇ !

Updated: Jul 13th, 2024

GS TEAM

Google News
Google News
મહુધામાં વિદ્યાર્થિનીઓને આપવાની 543 સાયકલો કટાઈ ગઈ પરંતુ વિતરણ ન થઇ ! 1 - image

- સરકારી તંત્રની ઘોર બેદરકારી જોવા મળી

- 150 સાયકલો છેલ્લા આઠ વર્ષથી કટાઇ ભંગાર બની પરંતુ લાભાર્થીઓને ન અપાઇ

નડિયાદ : મહુધા મહેમદાવાદ રોડ ઉપર આવેલ ભુમસ પાટિયે આવેલ ખાનગી સંસ્થાના કમ્પાઉન્ડમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં વિતરણ કરવામાં આવતી ૫૪૩ જેટલી સાઈકલો સરકારી તંત્રના રેઢિયાળ વહીવટના કારણે કાટ ખાઈ રહી છે. બીજી બાજુ સમયસર સાયકલોનું વિતરણ ન થતા ગાંઠના પૈસા કાઢી સાયકલ વસાવવા મજબૂર બનેલ વાલીઓમાં સત્તાધીશો સામે ભારે રોષ વ્યાપ્યો છે.

મહુધા પ્રાથમિક કન્યા શાળામાં વર્ષ ૨૦૧૫ ના પ્રવેશોત્સવમાં વિતરણ થનારી ૧૫૦ જેટલી સાયકલો છેલ્લા ૮ વર્ષથી કાટ ખાઈને ભંગારમાં ફેરવાઈ જવાની હાલતમાં છે. ત્યારે આવી જ રીતે મહુધા તાલુકાના ભૂમસ પાટિયે આવેલ ખાનગી સંસ્થાના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં એજન્સી દ્વારા થોડા દીવસ અગાઉ સાઈકલના અલગ અલગ ભાગ છૂટા લાવી ૫૪૩ જેટલી નવી સાઈકલો તૈયાર કરવામા આવી હતી.આ સાઈકલો ધોરણ ૯ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આપવાની હતી. 

પરંતુ સત્તાધીશોની લાલિયા વાડીને કારણે ભુમસ ખાતે ખુલ્લા મેદાનમાં રાખેલ સાઈકલો હાલ વરસાદને કારણે આવનાર દિવસોમાં કટાઈ જવાની હાલતમાં છે. વિદ્યાર્થીનીઓને સમયસર સાયકલોનું વિતરણ ન કરવા માટે તેમજ સાયકલો કાટ ખાઈ જવા માટે જવાબદાર કોણ તેવા વાલીઓમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે.