Get The App

ચકલાસી ભાગોળે દારૂનું કટિંગ કરતા 5 શખ્સો ઝડપાયા

Updated: Sep 11th, 2024

GS TEAM

Google News
Google News
ચકલાસી ભાગોળે દારૂનું કટિંગ કરતા 5 શખ્સો ઝડપાયા 1 - image

- કારમાંથી અન્ય બે વાહનોમાં દારૂ ભરાતો હતો

- 2.94 લાખનો દારૂ સહિત રૂા. 16.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 7 શખ્સો વિરૂદ્ધ ગુનો

નડિયાદ : ચકલાસી ભાગોળ બાપુજીના કુવાએ નવા બનતા મકાનો નજીક કારમાંથી અન્ય બે વાહનોમાં દારૂનું કટિંગ કરતાં પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રૂા. ૨.૯૪ લાખના દારૂની ૫૮૮ બોટલો, વાહનો સહિત રૂા. ૧૬. ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નડિયાદ ચકલાસી ભાગોળ, બાપુજીના કુવા, નવા બનતા મકાનો નજીક ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ ચાલતું હતું. જ્યાં પોલીસે રેડ પાડતા બાપુજીના કુવા વિસ્તારમાં ઉભેલી કારમાંથી અન્ય બે વાહનોમાં વિદેશી દારૂ ભરતા પાંચ ઇસમો પકડાયા હતા. પોલીસે આ ઇસમોની અટક કરી ચાલકની પૂછપરછ કરતા કાલુરામ છગનારામ લોહારને કાતક નામના બુટલેગરે ખેરવાડા નીલ ગગન હોટલથી ગાડીમાં વિદેશી દારૂ ભરી નડિયાદ પહોંચાડવા રૂ.૫,૦૦૦ તેમજ નડિયાદ ખાતે જગદીશ નામનો ઇસમ મોબાઈલથી ફોન કરી જ્યાં કહે ત્યાં વિદેશી દારૂ ઉતારવા જણાવ્યું હતું. 

જેથી કાલુરામ લોહાર નડિયાદ વિદેશી દારૂ લઈને આવી જગદીશના ગ્રાહકો વડોદરાનો રફીક દિવાન, વરુણ હેમાલી સીંધી તથા કિશનસિંહ હુકમ સિંહ રાજપુત કારમાંથી વિદેશી દારૂ ઉતારી બંને ગાડીઓમાં વિદેશી દારૂ ભરતા મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૫૮૮ કિંમત રૂ.૨,૯૪,૦૦૦નો, મોબાઈલ નંગ પાંચ કિંમત રૂ.૧૬,૦૦૦ના, ત્રણ વાહનો કિંમત રૂ.૧૩ લાખના મળી કુલ રૂ.૧૬,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સાત ઇસમો સામે પ્રોહી.નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ

દારૂના કટિંગ વખતે સ્થળ પરથી કાલુરામ છગનારામ લુહાર (રહે. અરણાયે, કલ્ટા, જી.ઝાલોર), રાહુલ વિજયભાઈ યાદવ (રહે. સમર્થ સોસાયટી, સરદારનગર અમદાવાદ), વરૂણ નંદલાલ હેમાની સિંધી (રહે. વારસિયા, વડોદરા), કિસનસિંહ હુકમસિંહ રાજપુત (સૂરજ સર, હનુમાન ગઢ, રાજસ્થાન) તથા રફીકશાહ રહીમશા દિવાન (રહે. હાથી ખાના ફતેપુરા વડોદરા)ને ઝડપાઈ ગયા હતા. જ્યારે વિદેશી દારૂ મોકલનાર કાતક અને દારુના કટીંગનું સ્થળ બતાવનાર જગદીશ ઉર્ફે ભાણો ચતુરભાઈ તળપદા (રહે. નડિયાદ) મળી ન આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.