ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક માટે 44 ઉમેદવારો મેદાનમાં

- ચૂંટણીજંગમાં હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું
નડિયાદ :વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ખેડા જિલ્લામાં છ બેઠકો માટે ૪૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
માતર વિધાનસભા બેઠક પર ભાજપા ના કલ્પેશભાઈ પરમાર, કોંગ્રેસ ના સંજયભાઈ પટેલ, આપ ના લાલજી પરમાર, અપક્ષમાં મહિપતસિંહ ચૌહાણ સહિત સાત ઉમેદવારોનો સમાવેશ થાય છે.
નડિયાદ બેઠક પર ભાજપા - પંકજભાઈ દેસાઈ, કોંગ્રેસ - ધ્વલ પટેલ, આમ - હર્ષદકુમાર વાઘેલા તેમજ અપક્ષમાં ઉમેદવારો મળી કુલ ૧૧ ઉમેદવારો રહ્યા છે.
મહેમદાવાદ બેઠક પર ભાજપા - અર્જુનસિંહ ચૌહાણ, કોંગ્રેસ - જુવાનસિંહ ગાંડાભાઈ ચૌહાણ, આપ - પ્રમોદભાઈ ચૌહાણ, તેમજ અપક્ષો સહિત છ ઉમેદવારો.
મહુધા બેઠક ભાજપા - સંજયસિંહ મહિડા, કોંગ્રેસ - ઇન્દ્રજીતસિંહ પરમાર, આપ - રાવજીભાઈ વાઘેલા તેમજ અપક્ષ મળી સાત ઉમેદવારો છે.
ઠાસરા બેઠક પર ભાજપા - યોગેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસ - કાંતિભાઈ પરમાર, આપ - નટવરસિંહ રાઠોડ તેમજ અપક્ષ મળી આઠ ઉમેદવારો રહ્યા છે.
જ્યારે કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપા - રાજેશકુમાર મગનભાઈ ઝાલા, કોંગ્રેસ - કાળાભાઈ ડાભી, આપ - મનુભાઈ પટેલ, અપક્ષો મળી પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આમ છ વિધાનસભા બેઠક પર ભાજપા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.

