નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા, મહુધા અને ગળતેશ્વરને બાદ કરતા બાકીના તમામ તાલુકાઓમાં સરેરાશ ૯ મીમી વરસાદ નોંધાયો છે. જે સાત તાલુકા પૈકી ચારેક તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. આ સાથે જ ખેડા જિલ્લામાં આ સિઝનનો કુલ સરેરાશ ૩૯૬ મીમી વરસાદ નોંધાયો છે. આજે બપોરે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, નડિયાદ અને વસોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં કપડવંજમાં ૧૧ મીમી સાથે સિઝનનો કુલ વરસાદ ૩૭૧ મીમી, કઠલાલમાં આજે ૧૦ મીમી સાથે સિઝનનો કુલ ૨૭૭ મીમી, મહેમદાવાદમાં ૨૦ મીમી અને સિઝનનો કુલ ૪૬૬ મીમી, ખેડા તાલુકામાં આજે ૧૭ મીમી સાથે સિઝનના ૪૪૯ મીમી, માતર તાલુકાના આજે ૮ મીમી સાથે સિઝનનો કુલ ૪૮૨ મીમી, નડિયાદમાં ૧૪ મીમી સાથે સિઝનનો કુલ ૬૭૫ મીમી, મહુધામાં આજે માત્ર ૧ મીમી સાથે સિઝનનો કુલ ૩૮૯ મીમી, ઠાસરામાં આજે નહીવત વરસાદ સાથે સિઝનનો કુલ મીમી ૧૭૬ મીમી, ગળતેશ્વર આજે નહીવત વરસાદ સાથે ૨૬૪ મીમી વરસાદ, વસો તાલુકામાં આજે ૧૦ મીમી સાથે કુલ ૪૧૯ મીમી વરસાદ નોંધાયો છે.
આજે જિલ્લાભરમાં સામાન્ય વરસાદની સાથે વાતાવરણમાં પ્રસરી છે.


