Get The App

થર્મલ પાવર સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના 3 ડબા ખડી પડયા

Updated: Aug 22nd, 2024

GS TEAM

Google News
Google News
થર્મલ પાવર સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના 3 ડબા ખડી પડયા 1 - image

- વણાંકબોરી નજીક અકસ્માતને લઇ રેલવે ટ્રેક બંધ કરી કાર્યવાહી હાથ ધરાઇ

- થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો ખાલી કરી 58 ડબાની ટ્રેન પરત ફરતી હતી ત્યારે અકસ્માત નડયો  રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી : અકસ્માત પાછળનું કારણ અકબંધ 

નડિયાદ, સેવાલિયા : ગળતેશ્વર તાલુકામાં આવેલા રાજ્યના સૌથી મોટા વીજ મથક વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે બુધવારે કોલસો ખાલી કરીને ગુડ્ઝ ટ્રેન પરત ફરી રહી હતી. તે વખતે સેન્ટિનની પ્રક્રિયા ચાલુ હતી. તે દરમિયાન ટ્રેનના ત્રણ ડબા ટ્રેક પરથી ઉતરી પડયા હતા. જોકે, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.  

ગળતેશ્વરમાં આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો લાવવા માટે સ્પેશિયલ ટ્રેન આવે છે. આ ટ્રેન માટે અલગ રેલવે ટ્રેક બનાવેલા છે. આ રેલવે ટ્રેક પરથી એક ટ્રેન કોલસો ભરીને થર્મલ પાવર સ્ટેશન ગઈ હતી. ત્યાંથી કોલસો ખાલી કર્યા બાદ ૫૮ ખાલી ડબ્બા સાથે પરત ફરી રહી હતી. ત્યારે પાવર સ્ટેશન નજીક સુપર માર્કેટ પાસે અચાનક અગમ્ય કારણોસર ટ્રેનના ૩ ડબ્બા એકાએક ટ્રેક પરથી ઉતરી ગયા હતા. 

સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. અકસ્માત થતાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ક્યા કારણોસર ઘટના બની તે અંગે તપાસ હાથ ધરી છે. હાલમાં રેલવે ટ્રેક બંધ કરી દઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.