- 68 હજાર ઉપરાંતની મત્તા જપ્ત
- ઉમિયાપુરા, નવાગામ, નાયકા, કનેરા અને સાંખેજ ગામે દરોડા
ઉમિયાપુરા ગામે પ્રાથમિક શાળા પાસેથી જુગાર રમતા પિયુષશભાઈ ચીમનભાઈ પટેલ, યોગેશભાઇ ફુલાભાઇ પટેલ, પ્રકાશભાઈ દિનેશભાઇ પટેલ, સંદિપભાઇ ઉર્ફે કાળિયો મંગળદાસ પટેલ, પ્રદિપભાઇ ઉર્ફે ભગો શરદભાઈ પટેલ, કમલભાઈ દિનેશભાઈ પટેલ અને કેવનભાઈ રશ્મિનભાઈ પટેલને રોકડા રૂ.૧૫,૯૦૦ સાથે ઝડપી પાડયા હતા.
તેમજ પોલીસે નવાગામ ખાતે સરકારી દવાખાના સામે જુગાર રમતા કરણભાઇ કકુભાઇ દેવીપુજક, ધર્મેન્દ્રકુમાર નટવરભાઇ સુથાર, કેશરભાઈ બલિવરભાઈ સોની, વિજયભાઇ રમણભાઇ ડાભી, પ્રકાશભાઇ જશવંતભાઇ સુથાર અને કિરીટભાઈ શનાભાઇ બારૈયાને રોકડા રૂ.૧૫,૨૧૦ સાથે ઝડપી પાડયા હતા.
ઉપરાંત પોલીસે નાયકા ગામેથી જુગાર રમતા કનુભાઈ બચુભાઇ વસાવા, ગુલાબસિંહ કિન્ડીકલાલ રાજવંશી, જસુભાઇ ઠાકોરભાઇ વસાવા અને નટુજી ભવાનજી ઠાકોરને રોકડા રૂ.૨,૭૮૦ સાથે ઝડપી પાડયા હતા.
જ્યારે કનેરા ગામે પજીયા કાસ પાસેથી પાર્થ અશોકભાઇ પટેલ, નરેશભાઈ કાળુભાઇ વાટલીયા, કીશનભાઇ ચંદુભાઇ વાઘેલા અને અશોકભાઇ ડાહ્યાભાઈ ચૌહાણને રોકડા રૂ.૧૬,૩૦૦ સાથે ઝડપી પાડયા હતા.
ઉપરાંત કનેરા ગામના મેલડી માતા મંદિર પાસેથી જુગાર રમતા લાભુ જસુ રાઠોડ, જેતા કમા ભરવાડ અને ધર્મેન્દ્ર સુરસીંગ વાઘેલાને રોકડા રૂ.૧૫,૭૨૦ સાથે પકડી પાડયા હતા. તેમજ સાંખેજ ગામના દોડપુરામાંથી પોલીસે જુગાર રમતા આત્મા ઉર્ફે જીગો મેલા વાઘેલા અને સુખા માના ચૌહાણને રોકડા રૂ. ૩,૦૧૦ સાથે ઝડપી પાડયા હતા.દેસરની કાર્યવાહી હાથ ધરી છે.


