- રોકડ સહિત 7.42 લાખનો મુદ્દામાલ જપ્ત
- રોયલ પેલેસ હોટલમાં ભાડે રૂમ રાખી જુગારનો અડ્ડો ચલાવાતો હતો
ગોબલજ ગામ પાસે હાઈવે પર આવેલી રોયલ પેલેસ હોટલમાં મેનેજરને વિશ્વાસમાં લઈ કેટલાક શખ્સો રૂમો ભાડે રાખી જુગાર રમતા હોવાની બાતમી ગુરુવારે રાત્રે ખેડા એલસીબીને મળી હતી.
જેના આધારે એલસીબીએ હોટલમાં દરોડો કરી જુગાર રમતા કેતન શાન્તિલાલ સુથાર, પ્રમોદ વામનરાવ દભાણે, વિક્રમ ડાહ્યાભાઈ ઠાકોર, કરણસિંહ ઉદેસિંહ ચૌહાણ, નીલેશ મનુભાઇ પટેલ, રઇજી કાંતીભાઇ ઠાકોર, પોપટ વીસાભાઈ નાઇ, કૌશલ ભરતભાઈ ગજ્જર, રાકેશ ગજ્જનલાલ કોરી, ચિરાગ ઉર્ફે ચીન્ટુ મુકેશભાઇ ઠાકોર, વિપુલ અમરતભાઇ શાહ, દિનેશ ઈશ્વરભાઈ પટેલ, રોહીત રમણભાઈ પ્રજાપતી, ચેતન સંતરામભાઇ લશ્કરી, સચીન શીનાસુંદર દેવાડીગા, મોહિત નયનભાઇ બાલોદીયા, વિશાલ અશોકભાઈ શાહ, સંજય કાંતિલાલ નાગપુરે, ચિંતન વિનોદભાઈ પટેલ, વિપુલ ગંભુભાઈ મકવાણા, ગમુનાથ રામાનાથ જોગી અને જીવા ફતેજી બારૈયાને ઝડપી પાડયા હતા. એલસીબીએ રોકડ રૂ. ૧,૦૫,૦૦૦, ૨૦-મોબાઈલ અને બે કાર મળી કુલ રૂ. ૭,૪૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ખેડા શહેર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.


