પેટલાદના પાળજમાં એક સાથે 22 પશુનાં મોત
- પૂરતી જાણકારીના અભાવે કૃમિના રોગ સામે રક્ષણ મેળવવા આપેલી દવા જીવલેણ નીવડી
પેટલાદ, તા.17 નવેમ્બર 2019, રવિવાર
પેટલાદ તાલુકામાં આવેલ પાળજ ગામમાં થોડા દિવસ અગાઉ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામ ના તમામ સભાસદો ને પશુઓ માં થતા કૃમિ ના રોગ સામે રક્ષણ મેળવવા અમુલ તરફ આપેલ કૃમિ નાશક દવા રૂપી દાણ નું વિતરણ કરાયું હતું પરંતુ ઉમર પ્રમાણે પશુ ઓને આપવા આવતી માત્રા થી પશુપાલકો અજાણ હોઈ છેલ્લા ત્રણ દિવસ માં ૨૨ પશુઓ ના મોત થયા હોવાનું જાણવા મળેલ છે.અને અન્ય ૨૦ થી વધુને નબળાઈ જણાતા પેટલાદ પશુ દવાખાના વેટનરી વિભાગ દ્વારા સારવાર અપાઈ છે.
કૃમિનાશક દવાવાળું દાણ અપાયું પણ પશુઓને ઉમંર પ્રમાણે આપવાના ડોઝથી પશુપાલકો અજાણ હોઈ પશુ સાજા થવાના બદલે મોતને ભેટયાં !! ઃ ૨૦થી વધુ પશુને નબળાઈના કારણે સારવાર માટે ખસેડાયા
પેટલાદ તાલુકા નું પાળજ ગામ ૧૨ નાના મોટા પરા વિસ્તાર ધરાવતું ગામ છે.આ સીમ વિસ્તારમાં માં વસવાટ કરતા લોકો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે.પાળજ ગામ દૂધ ઉત્પાદક મંડળી માં દૂધ ભરી ને પરિવાર નું પાલન પોષણ કરે છે. તેવા માં દૂધ મંડળી ની નિષ્કાળજી ના કારણે આ ગરીબ પશુપાલકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસો થી દૂધ મંડળી દ્વારા પશુઓ માં થતા કૃમિ ના રોગને નિયત્રીત કરવા માટે આણંદ અમુલ દ્વારા દાણ માં મિક્સ કરીને આપવામાં આવતા દાણ રૂપી દવાનું વિના મુલ્યેં વિતરણ કરવા માં આવ્યું હતું.
પરંતુ પશુપાલકો ને પશુ ની ઉંમર પ્રમાણે આપવા માં આવતી દવા ની માત્રા નીપૂરતી માહિતી ન હોઈ અંદાજે ૨૨ જેટલા નાનામોટા પશુઓ નો મોત થતા સમગ્ર ગામ માં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી તેવા સંજોગોમાં જાગૃત પશુપાલકો દ્વારા આ અંગે મંડળી ને જાણ કરાઈ હતી.
આણંદ અમુલ દ્વારા વિઝિટ બોલવાઈ હતી પરંતુ એક વિઝિટ લખવાથી ફક્ત એકજ પશુ પાલકને સારવાર મળી હોવાની ગામ માં બુમો ઉઠતા ગાંધીનગર પશુપાલન નિયામક ને ઓનલાઈન જાણ કરતા પેટલાદ તાલુકા વિકાસ અધિકારી તત્કાલ સર્વે કરવાનો ઓર્ડર કરતા સર્વે માં અંદાજે ૨૨ એટલા નાનામોટા પશુનાં મોત થયાનો ચોકનારી હકીકત બહાર આવતા સમગ્ર તંત્ર સફાળું દોડતું થયું હતું . કૃમિ ની દવાની યોગ્ય માત્રા માં ન આપતા પશુ માં વિકનેસ આવી ગઈ હોવના કારણે આ પશુના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું.
પશુપાલન જ મુખ્ય વ્યવસાય હોઈ અચાનક આવેલી આ મુશ્કેલી નો સામનો નાના પશુ પાલકો હાલ વેઠી રહ્યાં છે.
કૃમિ ની દવા પશુ ની ઉંમર પ્રમાણે યોગ્ય માત્રા ન આપતા ત્રણ વર્ષ થી નાના વાછરડા માં વિટનેસ જોવા મળી છે.હાલ ૧૭ જેટલા પશુઓને સારવાર અપાઈ છે.સેમ્પલ લેબ માં મોકલી આપેલ છે.