બાલાસિનોર તાલુકામાં કોરોનાના 9 સહિત મહિસાગર જિલ્લામાં 21 કેસ
- લુણાવાડા તાલુકામાં 7, સંતરામપુર તાલુકામાં 4 અને વિરપુર તાલુકામાં 1 કેસ : કુલ આંક 375 થયો
બાલાસિનોર, તા. 29 જુલાઈ 2020, બુધવાર
મહીસાગર જિલ્લામાં સતત કહેર યથાવત રહ્યો હતો આજે કોરોનાના ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાના કહેરને કારણે સમગ્ર મહીસાગર જિલ્લામાં લોકોમાં ફફડાટની લાગણી ફેલાવા પામી હતી. મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો કુલ ૩૭૫ ઉપર પહોંચી ગયો હતો.
મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ વધુને વધુ વધતા જાય છે. સમગ્ર પંથકના લોકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે. મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં ૦૭ બાલાશિનોર તાલુકામાં ૯ સંતરામપુર તાલુકામાં ૪ અને વિરપુર તાલુકામાં એક કેસ મળીને કુલ ૨૧ કેસ થવા પામ્યા છે. જ્યારે આજે વધુ બે દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં તારીખ ૨૯-૭-૨૦૨૦ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના ૩૭૫ કેસ પોઝીટીવ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૨૩૪ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય કારણથી ૨૨ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝન ફ્લુ, કોરોનાના કુલ ૮૫૩૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૨૩ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૬ દર્દી કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર, ૪ અલ હયાત ગોધરા, ૨ બરોડા હેલ્થ કેર, ૧ બેન્કર્સ હોસ્પિટલ વડોદરા, ૧૪ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૧ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૩૦ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૨ હોમ આઈસોલેશનમાં, ૩ દર્દી કરમસદ મેડીકલ કોલેજ આનંદ, ૧ ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, ૧ રાધા મલ્ટી સ્પેશીયાલીસ્ટ વડોદરા, ૧ સાલ હોસ્પિટલ અમદાવાદ, ૧ પારુલ હોસ્પિટલ અમદાવાદ, ૨ બરોડા હેલ્થ કેર વડોદરા, ૫ એસ.એસ.જી. વડોદરા, ૧ સુકુન હોસ્પિટલ વડોદરા, ૧ મૂળજી પટેલ હોસ્પિટલ નડિયાદ, ૧ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટીવ દર્દીઓમાં ૧૧૦ દર્દીઓ સ્ટેબલ અને ૭ ઓક્સીજન પર છે.