- પાણી લિકેજ, ક્લોરિનેશન ચોકસાઈથી કરવું જરૂરી બન્યું
- આરોગ્ય વિભાગની છ ટીમો શહેરમાં કામે લાગી તાકીદે બીમારીને કાબૂમાં લેવા લોકોની માંગણી
મહુધા નગરપાલિકાના અનેક વિસ્તારોમાંથી કોલેરાના અનેક કેસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે. મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રના બ્લોક હેલ્થ ઓફિસર ધુ્રમિલ પરીખ દ્વારા અચાનક આવેલા રોગચાળાના સંખ્યાબંધ કેસોને સમર્થન આપતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી માટે અનેક કાર્યો હાથ ધર્યા છે. જેમાં છ જુદી જુદી ટીમો બનાવી મહુધા શહેરમાં આવેલા ચકલી ફળિયા, મુસીબત નગર, સરદાર પોળ, ખાડિયા વિસ્તાર વિગેરે જગ્યાઓએ મોકલેલી અપાઈ છે.મહુધા પાલિકાના અધિકારીઓને એક મહિનામાં ત્રણ વખત પત્રો લખી લેખિતમાં પાણીના લીકેજ અને ક્લોરીનેશન કરવાની સૂચના આપવામાં આવી છે.
મહુધા પાલિકાએ પાણીના સેમ્પલ નડિયાદ મોકલતા તર્કવિતર્ક
મહુધા નગર પાલિકાના કચેરીના કર્મચારીઓને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી પ્રત્યે શંકા સેવીને મહુધાના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા પુનઃ સેમ્પલ મેળવીને નડિયાદમાં સરદાર ભવન ખાતે આવેલી જિલ્લા લેબોરેટરીમાં મોકવાનો નિર્ણય કરી સેમ્પલ લેવાતા તર્ક વિતર્ક ઉભા થયા છે. મહુધા સેનેટરી કર્મચારી દ્વારા નાના કર્મચારી પાસે સેમ્પલ મંગાવી બોરની મુલાકાત લેવાનું પણ ટાળ્યું હતું.
જોકે જિલ્લાની ટીમ દ્વારા બોરમાંથી સપ્લાય કરાતા સ્થળથી ૧૦થી ૨૦ ફૂટ કે મીટરના અંતરેથી સેમ્પલ લેવાયા હતા અને કેટલાક સેમ્પલ કુવા ઉપરથી લેવામાં આવ્યા હતા. બીજી તરફ આરોગ્યનો ગંભીર ખતરો ઉભો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.


