Get The App

કપડવંજ તાલુકામાં 20 હંગામી અને 15 કાયમી લાયસન્સ

Updated: Oct 24th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજ તાલુકામાં 20 હંગામી અને 15 કાયમી લાયસન્સ 1 - image

- દારૂખાનુ વિતરણ કરવા માટે

- પરવાના અને ફાયર સેફ્ટીના સાધનો વિના ફટાકડાનું વેચાણ કરનારા સામે કાર્યવાહીની માંગ

કપડવંજ : કપડવંજ તાલુકામાં દારૂખાનું વિતરણ કરવા માટે ૨૦ હંગામી અને ૧૫ કાયમી લાયસન્સ ધરાવે છે. ત્યારે લાયસન્સ વિના તથા ફાયર સેફ્ટીના સાધનો વિના જાહેરમાં ફટાકડાનું વેચાણ કરતા દુકાનો, હાટડીઓમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવાળીના તહેવાર પહેલા કપડવંજ શહેર સહિત તાલુકામાં ઠેર ઠેર ફટાકડાનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કપડવંજ મામલતદાર કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, તાલુકામાં મોટી ઝેર, આંતરસુબા, ભોજાના મુવાડા, કપડવંજ સહિત ૨૦ હંગામી લાયસન્સ ધરાવે છે.  જ્યારે ૧૫ દારૂખાનાનું કાયમી વિતરણ કરવાનું લાયસન્સ ધરાવે છે. જ્યારે હોલસેલના વેપારીઓ દ્વારા દારૂખાનાનો જથ્થો સંગ્રહ રાખવાનું લાયસન્સ કે ફાયર સેફ્ટી અંગે કોઈ વિગતો પ્રાપ્ત નથી, દારૂખાનું સંગ્રહના ગોડાઉનનું કોઈ લાયસન્સ નથી. દારૂખાનાની દુકાનોમાં મોટાપાયે ફટાકડાનો સ્ટોક કરવામાં આવે છે. ત્યારે આગનો બનાવ બને તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. અગાઉ કપડવંજમાં હનુમાનપુરા રોડ પર દુકાનમાં આગ લાગતા એક વ્યક્તિ જીવતો સળગી ગયો હતો. લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ તેમજ ફાયર સેફ્ટીના સાધનો વિના કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગો પર હાટડીઓ શરૂ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.