Get The App

ખેડા જિલ્લામાં 2 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, 1 ને ઈજા

Updated: Oct 3rd, 2024

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં 2 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, 1 ને ઈજા 1 - image

- મહેમદાવાદમાં વાહનની ટક્કરે મહિલાનું મૃત્યુ

- નેશનલ હાઈવે પર ડુમરાલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મૃત્યુ

નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. નેશનલ હાઈવે નં.૮ પર ડુમરાલ નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા કાર ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. તેમજ મહેમદાવાદના ફાંટા તળાવ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું હતું. આ અંગે અનુક્રમે નડિયાદ પશ્ચિમ પોલીસ અને મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેમદાવાદના વાઠવાડીમાં રહેતા ધર્મેશભાઈ ઉમેશભાઈ પટેલ (ઉં.વ.૩૦) અને તેમના સંબંધી નિકુંજ રજનીકાંત પટેલ (રહે. વાસણા, તા. મહુધા) કાર લઈને આણંદ જઈ રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નં.૮ પર ડુમરાલ નજીક કારચાલક ધર્મેશભાઈએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારચાલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત નિકુંજભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધ્યો હતો. 

જ્યારે મહેમદાવાદના ફાંટા તળાવ વિસ્તારમાં રહેતાં રેખાબેન સંજયભાઈ શિંદે (ઉં.વ. ૪૫) ગત સોમવારે બપોરે ફાંટા તળાવ રોડ પર ઉભા હતાં. ત્યારે અજાણ્યો વાહન ચાલક તેણીને ટક્કર મારી નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને ખેડાની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ત્યાંથી નડિયાદ અને બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં મંગળવારે સાંજે સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.