FOLLOW US

સેવાલિયામાં પીસ્ટલ અને કારતૂસ સાથે ઈન્દોરના 2 શખ્સ ઝડપાયા

Updated: May 24th, 2023


- મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી

- કાર સહિત રૂા. 5.27 લાખનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

સેવાલિયા : સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન વર્ના ગાડીમાંથી ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્તોલ તથા બે જીવતા કારતુસ સાથે સેવાલિયા પોલીસે બે ઈસમને ઝડપી પાડયા છે.

આગામી રથયાત્રાના અનુસંધાને બહારના રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સેવાલિયા નવી ચેક પોસ્ટ ખાતે સેવાલિયા પીએસઆઇ એમ.એચ. રાવલ સહિતની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન ગોધરા તરફ આવતી ગાડીની તલાસી લેતા ઇન્દોરના બે ઈસમો જેમાં અબ્દુલમલિક અબ્દુલજીદ ખાન ઉં. ૩૯ રહે. માણિક બાગ રોડ, જિ. ઇન્દોર તથા મહંમદઇમરાન મહંમદઅબ્દુલ ગફાર ખાન ઉં. ૩૬ રહે. આઝાદ નગર નઈ બસ્તી, સીઆજેલ પાસે જિ. ઇન્દોર પાસેથી દેશી પીસ્ટલ નંગ-૧ બે જીવતા કારતુસ તેમજ વર્ના ગાડી મળી કુલ ૫,૨૭,૦૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આમ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat
IPL-2023
Magazines