Get The App

ખંભાત, સોજિત્રા અને આણંદ તાલુકામાંથી 175 લોકોનું સ્થળાંતર કરાયું

Updated: Aug 28th, 2024

GS TEAM

Google News
Google News
ખંભાત, સોજિત્રા અને આણંદ તાલુકામાંથી 175 લોકોનું સ્થળાંતર કરાયું 1 - image

- વહીવટી તંત્ર દ્વારા ભોજન, આરોગ્ય તપાસની સુવિધા પુરી પાડવામાં આવી 

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે 15 લોકોનું સ્થળાંતર કરી સોનારિયા વિસ્તારમાં આશ્રય આપવામાં આવ્યો હતો. 

આણંદ : જ્યારે કંસારી ગામના ૭૫ લોકોનું સ્થળાંતર શેલ્ટર હોમ, પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. તેમજ ખંભાતના આંબાખાડ વિસ્તારમાંથી ૨૦ લોકોને કબીર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ઉપરાંત સોજિત્રા નગરપાલિકાના નિચાણવાળા વિસ્તારના ૩૦ વ્યક્તિઓને તાલુકાના ક્ષેમ કલ્યાણી માતા મંદિર કોમ્યુનિટી હોલ ખાતે તેમજ આણંદ તાલુકાના કુંજરાવ ગામના ૩૫ લોકોને ગામની ધર્મશાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તેમજ આરોગ્યની તપાસ માટે મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે.