- આણંદ જિલ્લાના 2 વેપારીનું કારસ્તાન, 3 સામે ગુનો
- ઊંચા ભાવ આપવાની લાલચ આપીને તમાકુ લીધા બાદ રૂપિયા આપવાના વાયદા કર્યા
નડિયાદના ડભાણ ગામે નહેરૂચોક વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ધુ્રમિલ દશરથભાઇ પટેલ ૨૦૨૨માં તમાકુના વેપારી ગૌરાંગ મનુભાઇ પટેલ ( રહે. બોરસદ,જિ. આણંદ) અને રંગાભાઇ ગણપતભાઇ રાઉલજી( રહે. આસોદર.આણંદ)ના સંપર્કમાં આવ્યા હતા.આ બંને ધુ્રમિલના ખેતરમાંથી તમાકુના સેમ્પલો લીધા હતા. વેપારીને તમાકુ પસંદ આવી હતી. જે બાદ તમાકુ વેચાણે રાખવાની વાત ધુ્રમિલે કરી હતી. વેપારીઓએ ઊંચા ભાવની તમાકુની લાલચ આપી હતી. એક મણના રૂ. ૧૨૫૧ લેખે તમાકુ ખરીદવાનું નક્કી થયુ હતું. જેના નાણા તમાકુ લઇ ગયા બાદ ત્રણ મહિના બાદ આપવાનું નક્કી કરાયું હતું. બધા વેપાપીઓ કરાત ઊંછા ભાવ આપીએ છીમ તેમ કહીને વેપારીઓએ ધુ્રમિલને વિશ્વાસમાં લીધા હતા અને રૂ. ૧૫.૫૦ લાખની તમાકુ જુન ૨૦૨૨માં ખરીદી હતી. ત્રણ મહિનાનો વાયદો ખુરો થતા સપ્ટેમ્બર ૨૦૨૨માં ધુ્રમિલે ગૌંરાગ પટેલ અને રંગા રાઉલજી પાસે ઉઘરાણી કરી હતી.ત્યારે આ બંને વેપારીઓએ કહ્યું છે. ધંધામાં ખોટ આવી છે. તમારા નાણા આપી દઇશુ તેમ કહીને થોડો સમય માગ્યો હતો. પખવાડિયા બાદ પણ નાણા ન આપતા કેડૂત વેપારીને ઘરે ગયા હતા પણ કોઇ ઘરે મળ્યુ ન હતું. ખેડૂત ફરીથી વેપારીને ઘરે કર્યા હતા. ત્યારે ગૌરાગના ભાઇ રવિએ કહ્યું કે, ધંધામાં ખોટ ગઇ છે તમારા ણાણા આપી દઇશું તેવી બાંહેધારી આપી હતી. જે બાદ ૧૫.૫૦ લાખનો ચેક રવિએ ધુ્રમિલને આપ્યો હતો આ ચેક બાઉન્સ થયો હતો.જે બાદ ૧૫.૫૦ લાખ પૈકી એક લાખ રવિ પટેલે આપી દીધા હતા. બાકીના ૧૪.૫૦ લાખ રૂપિયા આજદીન સુધી આપ્યા ન હતા. જેથી ખેડૂત ધુ્રમિલ દશરથ પટેલે વેપારી ગૌરાંગ મનુ પટેલ,રંગા ગણપતભાઇ રાઉલજી અને મનુભાઇ પટેલ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


