- કઠલાલ પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
- ફળિયા પાસે અને ખેતરમાંથી પકડાયેલા જુગારીઓ પાસેથી 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
કઠલાલ પોલીસ મંગળવારે મોડી સાંજે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પિઠાઈ પ્રજાપતિ વાળા ફળિયા પાસે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી કમલેશકુમાર ધનાભાઈ ચુનારા, વિપુલભાઈ જશુભાઈ પટેલ, ઈરફાન મિયાં સાબીર મિયા મલેક, રાજદીપ કુમાર અશોકભાઈ પરમાર, ઈરફાન મિયાં ફિરોજ મિયા મલેક, સંજય કુમાર કાંતિભાઈ ભોઈ તમામ રહે. પિઠાઈવાળાને ઝડપી પાડી દાવ ઉપરથી રૂપિયા ૬૧૦ તથા અંગ જડતીમાંથી રૂપિયા ૩૦૮૦ તેમજ મોબાઈલ નંગ ૫ કિંમત રૂપિયા ૨૮,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૧,૬૯૦નો મુદ્દા માલ જપ્ત કરી છ શખ્સો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે વાવની મુવાડી ચરેડ ચોકડી નજીક બુધાભાઈ મફતભાઈ રાઠોડના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૭ ઈસમો અમરસિંહ બદાજી રાઠોડ, સરદારસિંહ ભુલાભાઈ રાઠોડ, ધમો રામ સિંહ રાઠોડ, બુધાભાઈ મફતભાઈ રાઠોડ, વખતસિંહ કાળાજી રાઠોડ, દિનેશભાઈ મફતભાઈ રાઠોડ, કલ્યાણ સિંહ સરદારભાઈ રાઠોડ તમામ રહે. વાવની મુવાડી ચરેડ ચોકડીવાળાને ઝડપી પાડી કુલ રૂપિયા ૫,૧૮૦નો મુદ્દા માલ ઝડપી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


