Get The App

મહેમદાવાદ અને ભૂમેલ ગામમાંથી 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા

Updated: Aug 7th, 2024

GS TEAM

Google News
Google News
મહેમદાવાદ અને ભૂમેલ ગામમાંથી 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 - image

- મોબાઈલ, અન્ય મુદ્દામાલ ન મળતા કામગીરી સામે સવાલો

- તબેલા પાસે અને ખૂલ્લી જગ્યામાં જુગાર રમતા શખ્સો પાસેથી રૂપિયા 19 હજાર રોકડ જપ્ત

નડિયાદ : મહેમદાવાદ આસ્થા સોસાયટી તબેલા પાસે પત્તાપાનાનો જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૧૫,૩૭૦ રોકડ સાથે તેમજ ભૂમેલની ઇન્દિરાનગરીમાં નવ જુગારીયાઓને રૂ.૩,૬૧૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેમદાવાદ આસ્થા સોસાયટી તબેલા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા રવિભાઈ ગોવિંદભાઈ વાઘેલા, અજય રૂપેશભાઈ નાયક તેમજ ભુપેન્દ્ર ચંદુભાઈ વાઘેલા જુગારીઓ રોકડ રૂ.૧૫,૩૭૦ સાથે ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો હતો.જ્યારે બીજા બનાવમાં ભૂમેલના ઇન્દિરાનગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમતા હતા. જ્યાં પોલીસે રેડ પાડીને અજય મનહરભાઈ તળપદા, આકાશ સુરેશભાઈ રાઠોડ, શૈલેષ ગોવિંદભાઈ રાવળ, અલ્પેશ સુરેશભાઈ રાવળ, નરેન્દ્રભાઈ રઇજીભાઈ રાવળ, સંજય રમેશભાઈ તળપદા, નરેન્દ્ર રમેશભાઈ તળપદા, નગીન મનહરભાઈ તળપદા તથા કિરણ રમેશભાઈ તળપદાને દાવ ઉપર તેમજ અંગજડતીમાંથી મળી કુલ રૂ.૩,૬૧૦ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.